જામનગરમાં પ્રેમપ્રકરણ યુવકની હત્યા મામલે મોટો ધડાકોઃ 'હવે મેહુલ આવશે નહીં', યુવતીની ઓડિયો ક્લિપ આવી સામે
જામનગરમાં પરિણીતા સાથેના પ્રેમસબંધનો કરુણ અંજામ આવ્યો છે. પતિ, પુત્ર અને અન્ય 2 સાથે મળી પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. હત્યા પછીની હત્યારી પ્રેમિકાની એક ઓડિયો ક્લીપ સામે આવી છે.
જામનગરઃ જામનગરમાં પરિણીતા સાથેના પ્રેમસબંધનો કરુણ અંજામ આવ્યો છે. પતિ, પુત્ર અને અન્ય 2 સાથે મળી પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. હત્યા પછીની હત્યારી પ્રેમિકાની એક ઓડિયો ક્લીપ સામે આવી છે. જેમાં તે પ્રેમીના પિતાને કહી રહી છે કે, હવે મેહુલ આવશે. જમના તમારા છોકરાને સરખો લમધાર્યો હોવાની અને જાવ પોલીસ પાસે તેવી વાતચીત કરતી હોવાનું સામે આવે છે. આડા સબંધોનો અંજામ મોટા ભાગના કિસ્સાઓમાં કરુણ જ આવતો હોય છે. જામનગરના સેન્ટ્રલ બેંક નજીક વસવાટ કરતા એક યુવકને પરણિત પ્રેમિકાએ તેના પુત્ર અને પતિ સહીત અન્ય 2 શખ્સો એમ કુલ 5 શખ્સોએ ભેગા મળી મોતને ઘાટ ઉતારી દીધાની ચકચાર જગાવનાર ઘટના સામે આવી છે.
જામનગરઃ 'હવે મેહુલ આવશે નહીં', યુવતીની ઓડિયો ક્લિપ આવી સામે pic.twitter.com/im8wOk7xRi
— ABP Asmita (@abpasmitatv) March 4, 2022
જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક પાસે આવેલા લુહારસાર રોડ પરની મઠફળીમાં રહેતો મેહુલ હરગોવિંદભાઈ આચાર્ય નામના વ્યક્તિ છૂટક ધંધો કરતા યુવાનને જામનગરમાં રહેતી જમના ઉર્ફે જીજ્ઞા નરેશ બદિયાણી નામની મહિલા સાથે પ્રેમસંબંધ હતો અને આ બન્ને વચ્ચેના પ્રેમ સંબંધોની જાણ બન્નેના પરિવારજનોને થઈ ગઈ હતી. જેના કારણે બન્ને પ્રેમીઓ વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતાં.
જમના અને તેણીના પતિ નરેશ વચ્ચે મેહુલના પ્રેમસંબંધના કારણે થતા ઝઘડાઓનો ખાર રાખી નરેશ અને તેની પત્નીએ મેહુલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ગુરૂવારે રાત્રીના સમયે મેહુલ આચાર્યને વિકટોરિયા પુલ નજીક નરેશ બદિયાણી, જમના ઉર્ફે જીજ્ઞા નરેશ બદિયાણી, સુજલ નરેશ બદિયાણી અને સુજલના મિત્ર રવિ તથા પ્રથમ મંગે નામના પાંચ શખ્સોએ એકસંપ કરી પ્રાણઘાતક હથિયારો વડે માથામાં તથા આંખ ઉપર હુમલો કર્યો હતો.
રાત્રિના સમયે યુવાન ઉપર કરાયેલા હુમલાને કારણે તેને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મેહુલ આચાર્ય નામના યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. મૃતકના પિતા હરગોવિંદભાઈ આચાર્યના નિવેદનના આધારે નરેશ બદિયાણી પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ મામલે યુવકનું ઢીમ ઢાળી દીધા બાદ જમના નામની આ મહિલાએ મેહુલના વયોવૃદ્ધ પિતા સાથે કરેલ વાતચીતના રેકોર્ડીંગ પણ સામે આવ્યા છે જેમાં જમના તમારા છોકરાને સરખો લમધાર્યો હોવાની અને જાવ પોલીસ પાસે તેવી વાતચીત કરતી હોવાનું સામે આવે છે, બનાવ સંદર્ભે આરોપીને ઝબ્બે કરવા પોલીસની વિવિધ તપાસ ટીમો કામે લાગી છે.