શોધખોળ કરો
અયોધ્યા ચુકાદાને લઈને ગુજરાત પ્રદેશ ભાજપે સ્નેહ મિલનના કાર્યક્રમો ત્રણ દિવસ સુધી કર્યા રદ્દ
અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે ત્યારે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર ભાજપના સ્નેહમિલન અને કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે.
![અયોધ્યા ચુકાદાને લઈને ગુજરાત પ્રદેશ ભાજપે સ્નેહ મિલનના કાર્યક્રમો ત્રણ દિવસ સુધી કર્યા રદ્દ Ayodhya verdict Gujarat Pradesh BJP suspends affection program for three days અયોધ્યા ચુકાદાને લઈને ગુજરાત પ્રદેશ ભાજપે સ્નેહ મિલનના કાર્યક્રમો ત્રણ દિવસ સુધી કર્યા રદ્દ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/09095156/jitu.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: અયોધ્યા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટ સવારે સાડા દસ વાગ્યે અંતિમ ચૂકાદો આપશે. સીજેઆઈ ગોગોઈની અધ્યક્ષતાવાલી પાંચ જજોની બેન્ચ સવારે સાડા દસ વાગ્યે ચૂકાદો સંભળાવશે. અયોધ્યા પરના ચૂકાદા પહેલા દેશભરમાં સુરક્ષા વધારવામાં આવી છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે ત્યારે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર ભાજપના સ્નેહમિલન અને કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે જે પણ ચુકાદો આવે તેને માન્ય રાખી અને ગુજરાતમાં શાંતિ સદભાવના અને સૌહાર્દ જાળવી રાખે.
અલીગઢમાં મોબાઈલ ઈંટરનેટ સેવા 24 કલાક સુધી બંધ રહેશે. સોશલ મીડિયામાં તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ, કર્ણાટક અને દિલ્લીમાં તમામ શાળા અને કોલેજો આજના દિવસ માટે બંધ રહેશે. જમ્મૂ કશ્મીરમાં આગળના આદેશ સુધી કલમ 144 લાગૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ રાજ્ય પોલીસવડાએ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની રજા રદ્દ કરી દિવસભર પેટ્રોલીંગ કરવાનો આદેશ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)