Banaskantha : યુવક-યુવતીને પ્રેમ થઈ જતા ઘરેથી ભાગી ગયા અને પછી જે થયું તે જાણીને ચોંકી જશો
યુગલ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતું. એકબીજા વગર નહીં રહી શકતા અને પરિવાર તેમનો પ્રેમસંબંધ નહીં સ્વીકારે તેવું લાગતા આશરે 20 દિવસ પહેલા બંને ભાગી ગયા હતા.
અમીરગઢઃ બનાસકાંઠા જિલ્લાના પ્રેમી યુગલના કંકાલ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. હજુ 20 દિવસ પહેલા જ આ યુગલ પ્રેમપ્રકરણમાં ઘરેથી ભાગી ગયું હતું. ત્યારે બંનેના કંકાલ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. યુગલે આત્મહત્યા કરી કે પછી તેમની હત્યા કરવામાં આવી તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, યુગલ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતું. એકબીજા વગર નહીં રહી શકતા અને પરિવાર તેમનો પ્રેમસંબંધ નહીં સ્વીકારે તેવું લાગતા આશરે 20 દિવસ પહેલા બંને ભાગી ગયા હતા. દરમિયાન અમીરગઢના સરોત્રા ગામની સીમમાંથી યુવક યુવતીના કંકાલ મળ્યા છે.
જંગલની ઝાડીમાં યુવક યુવતીના કંકાલ મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ હત્યા કે આત્મહત્યા મામલે કંકાલ ગાંધીનગર FSL લેબોરેટરીમાં મોકલાયા છે. અમીરગઢ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.