(Source: ECI/ABP News/ABP Majha)
Crime: બનાસકાંઠામાં જમીન વિવાદ વકર્યો, કાળા કપડાં પહેરીને આવેલા ભાડૂતી ગુંડાઓએ ત્રણ લોકો પર કર્યો જીવલેણ હુમલો ને પછી....
બનાસકાંઠા જિલ્લામાં દિયોદરના કોટડા ગામમાં એક જમીનને લઇને વિવાદ વકર્યો હતો. ગામમાં આ વિવાદને લઇને ભાડૂતી ગુંડાઓ બોલાવવામાં આવ્યા હતા
Banaskantha Crime: બનાસકાંઠામાં જમીન વિવાદ મુદ્દે થયેલી બબાલે પોલીસને દોડતી કરી દીધી છે. ખરેખરમાં અહીં જિલ્લાના દિયોદરમાં ભાડૂતો ગુંડાઓએ આખા ગામમાં આતંક મચાવી દીધો અને ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરીને ફરાર થઇ ગયા હતા, આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં દિયોદરના કોટડા ગામમાં એક જમીનને લઇને વિવાદ વકર્યો હતો. ગામમાં આ વિવાદને લઇને ભાડૂતી ગુંડાઓ બોલાવવામાં આવ્યા હતા, જેમાં 6 મહિલાઓ સહિત 12 જેટલા શખ્સો કાળા કપડાં પહેરીને અચાનક ગામમાં આવી ગયા અને આતંક મચાવવાનો શરૂ કરી દીધો હતો. આ લોકોએ ગામના જ ત્રણ લોકો પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. આ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, આમ કર્યા બાદ આ લોકો નાસી છૂટ્યા હતા, ભાડૂતી ગુંડાઓના આતંકથી આખા ગામમાં ફફડાટ ફેલાયો છે, હાલ આ મામલે દિયોદર પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
ડીસામાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ
બનાસકાંઠાના ડિસાના માલગઢમાં એક જ પરિવારના સાત સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો. તમામ સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. બનાસકાંઠાના ડિસાના માલગઢમાં એક જ પરિવારના સાત સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો. તમામ સભ્યોએ ઝેરી દવા પી લઇને જીવનને ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. તમામ સ્થિતિ લથડતાં સારવાર માટે તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પરિવારમાં માતા-પિતા સંતાન સહિત સાત લોકોનો સમાવેશ થાય છે. પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કેમ કર્યો. જીવન ટૂંકાવી નાખવા તરફ આવું ઘાતક પગલું કેમ ભર્યું તે મામલે હજું કોઇ કારણ સ્પષ્ટ થયું નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એક્ટિવા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2 યુવતીઓના ઘટનાસ્થળે મોત
બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. થરાદ-સાંચોર હાઇવે પર એક્ટિવા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. દૂધવા નજીક અકસ્માતમાં એક્ટિવા પર સવાર 3 યુવતીઓમાંથી 2ના મોત થયા છે જ્યારે અન્ય એક યુવતી ઇજાગ્રસ્ત થઈ છે. અકસ્માતની ઘટનાને લઈ સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા છે. આ ઘટનામા ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખસેડાઈ છે. જ્યારે 2 મૃતક યુવતીઓના મૃતદેહને પીએમ માટે થરાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Join Our Official Telegram Channel:- https://t.me/abpasmitaofficial