Banaskantha: ડીસાના બાઈવાડા ગામે નીલગાયે હુમલો કરતાં ખેડૂતનું મોત, જાણો વિગત
ડીસા તાલુકાના બાઈવાડા ગામે શૌચક્રિયા માટે બેઠેલા 42 વર્ષીય શંભુજી પોપટજી ઠાકોર પર નીલગાયે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરયા હતા.
Banaskantha: ડીસાના બાઈવાડા ગામે નીલગાયે હુમલો કરતાં ખેડૂતનું મોત થયું હતું. ખેડૂત શૌચક્રિયા માટે બેઠા હતા ત્યારે ઘટના બની હતી. નીલગાયના હુમલામાં ખેડૂત શંભુજી ઠાકોરનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બે સંતાનના પિતાનું આકસ્મિક મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ડીસા તાલુકાના બાઈવાડા ગામે શૌચક્રિયા માટે બેઠેલા 42 વર્ષીય શંભુજી પોપટજી ઠાકોર પર નીલગાયે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરયા હતા. મૃતક ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ સામાજિક કામ અર્થે બહાર ગામ ગયા હતા, તેમજ ઘરે પરતા હતા તે સમયે બાઈવાડા ગામે આવેલા તળાવ પાસે શૌચક્રિયા માટે બેઠા હતા. તે સમયે અચાનક ધસી આવેલી નીલગાયે શિંગડું માર્યું હતું. જે પેટના ભાગે ઘુસી જતાં ગંભીર ઈજા પહોંચી હતી.
બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. નીલગાયનું શિંગડું વાગતા શંભુજી ઠાકોર લોહીલુહાણ થઈ ગયા હતા. તેમજ આજુબાજુના લોકોએ આવી તેમને તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બે સંતાનના પિતાનું આકસ્મિક મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.