શોધખોળ કરો

Banaskantha : અઢી મહિનાથી ચાલી રહેલા જળ આંદોલનનો અંત, 125 ગામના આગેવાનોએ સ્વ.લાલજી મામાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી

Banaskantha News : વડગામ તેમજ પાલનપુર તાલુકાના 125 ગામના ખેડૂતોએ પાણી માટેની માંગ સાથે જળ આંદોલનની શરૂઆત કરી હતી.

Banaskantha : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમને નર્મદાના નીરથી ભરાવની  માંગ સાથે છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા આંદોલનનો અંત આવ્યો છે. જળ આંદોલન સમિતિની મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં મુખ્યપ્રધાને  કરમાવદ તળાવમાં પાણી નાખવાની ખાતરી આપતા હવે આંદોલન સમેટાયું છે. આજે 30 જૂને જળ આંદોલન સાથે જોડાયેલા   125 ગામના આગેવાનોએ સ્વ.લાલજી મામાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. 

અઢી મહિનાથી ચાલતું હતું આંદોલન 
વડગામ તેમજ પાલનપુર તાલુકાના 125 ગામના ખેડૂતોએ પાણી  માટેની માંગ સાથે આ જળ આંદોલનની શરૂઆત કરી હતી. છેલ્લાં અઢી મહિનાથી ચાલી રહેલા આંદોલનમાં ખેડૂતોએ કરમાવદ તળાવમાં પાણી ઠાલવવાની માંગ સાથે 20 હજાર ખેડૂતોની રેલી સહિત ખેડૂતોએ કાર્યક્રમો કર્યા હતા. મુખ્યપ્રધાને ખેડૂતોની પાણીની  જરૂરિયાતને સમજી જળ આંદોલન સમિતિ સાથે બેઠક કરી હતી જેમાં સરકારના ઇજનેર સહિત જિલ્લાના સ્થાનિક આગેવાનો પણ હજાર રહ્યા હતા.કરમાવાદ તળાવમાં પાણી નાખવા માટે  મોઢેરાથી દાઉં અને દાઉંથી મોકતેશ્વરમાં  પાઇપ લાઈન દ્વારા પાણી પહોચાડવામાં આવશે.તેમજ મુક્તેશ્વર ડેમમાંથી પાણી કરમાવાદ તળાવમાં નાખવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. 

સરકાર માંગ પૂરી થતાં જળ  આંદોલન સમિતિ દ્વારા આંદોલનમાં સહકાર આપનાર 125 ગામના ખેડૂતો, મહિલાઓ, સામાજિક સંસ્થાઓ,  જિલ્લા વહીવટી તંત્ર તેમજ એબીપી અસ્મિતા નો આભાર માન્યો હતો. 

મુખ્યપ્રધાને 500 કરોડના કામો મંજૂર કરવાની ખાતરી આપી  
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જળ આંદોલન સમિતિના સભ્યોને કરમાવદ અને મુક્તેશ્વર તળાવ નર્મદાના પાણીથી ભરવાનું આશ્વાસન આપવાની સાથે આ કામ માટે  500 કરોડના કામો મંજૂર કરવાની ખાતરી આપી છે. ડીન્ડરોલથી મુક્તેશ્વરમાં 100 ક્યુસેક પાણી નાખવાની પાઇપ લાઈન મંજૂર કરવામાં આવી છે. 

આ સાથે જ  મોઢેરાથી દાઉં અને દાઉંથી મુક્તેશ્વર માં  વધુ 200 ક્યુસેક પાણી પાઇપ લાઈન દ્વારા પહોચાડવાની ખાતરી આપવામાં આવી છે. મુખ્યપ્રધાને કહ્યું કે ટેકનિકલ અને વહીવટી બાબતોને ધ્યાને રાખી સરકાર ટુંક સમયમાં  જાહેરાત આ અંગે જાહેરાત કરશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી

Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો

Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી

Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં

for smartphones
and tablets

વિડિઓઝ

Chaitar Vasava | ‘ભાજપ ડરી ગઈ છે...અમને થોડુંક નુકસાન થશે પણ જીતી જઈશું..’ ચૈતર વસાવાનો દાવોArvind Kejriwal | દારૂનીતિ કેસમાં અરવિંદ કેજરીવાલના વધારાયા રિમાન્ડ, જેલમાંથી સરકાર ચલાવવાની છૂટParshottam Rupala |રાજકોટમાં રૂપાલા વિરુદ્ધ કરાઈ કોર્ટમાં ફરિયાદ, કોને કરી આ ફરિયાદ?Daily Rashifal 2024 | જાણો આજનો આપનો 29મી માર્ચનો દિવસ કેવો રહેશે? Rashifal

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો

IPL 2024: IPL 2024માં 16 વર્ષના ખેલાડીની એન્ટ્રી, KKRએ ટીમમાં કર્યો સામેલ, RR તરફથી રમશે કેશવ મહારાજ

ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત

સોનામાં તેજીનો તરખાટ, 10 ગ્રામનો ભાવ 70 હજાર; એક જ મહિનામાં 6 હજાર વધ્યા

Embed widget