ભારત-પાકિસ્તાનની મેચમાં નકલી ટિકિટોની કાળાબજારીથી સાવધાન, આ રીતે નકલીની કરો ઓળખ
14 ઓક્ટોબરે વર્લ્ડ કપની ભારત પાકિસ્તાનની મેચ રમાઇ રહી છે, ત્યારે સમયે નકલી ટિકિટના કૌભાંડ સામે આવી રહ્યાં છે. તો આપ પણ જો ટિકિટ ખરીદવાનું વિચારતાં હો તો નકલી ટિકિટને કેવી રીતે પારખશો એ જાણીએ લો.
અમદાવાદ:14 ઓક્ટોબરે વર્લ્ડ કપની ભારત પાકિસ્તાનની મેચ રમાઇ રહી છે ત્યારે સમયે નકલી ટિકિટના કૌભાંડ સામે આવી રહ્યાં છે. તો આપ પણ જો ટિકિટ ખરીદવાનું વિચારતાં હો તો નકલી ટિકિટને કેવી રીતે પારખશો એ જાણીએ લો.
નકલી ટિકિટને આ રીતે પારખો
- ચલણી નોટોમાં જેવી જ સંજ્ઞા મેચની ટિકિટમાં હોય છે.
- ટિકિટનો ફાડતા અલગ અલગ કલર જોવા મળે છે તે જ ટિકિટ સાચી
- બિલોરી કાચથી જોતા GCA લખેલું પ્રિન્ટ જોવા મળે છે.
- દરેક ટિકિટનો યુનિક બારકોર્ડ અલગ હોય છે.
- એક જ પ્રકારની સિરિયલ નંબરની ટિકિટ હોય તો નકલી છે.
- દરેક ટિકિટનો બારકોડ અને સિરિયલ નંબર અલગ હોય છે.
ભારત-પાકિસ્તાનની મેચમાં નકલી ટિકિટોની કાળાબજારી થઇ રહી છે. ગ્રે માર્કેટમાં નકલી ટિકિટો વેચાઇ રહી છે,ખાનપુરમાંથી 23 નકલી ટિકિટો સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. એક હજાર ભાવની નકલી ટિકિટ 18 હજારમાં વેચાતી હોવાનું પણ સામે આવ્યું છે. પ્રદીપ ઠાકોર નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. વિક્કી ચૌહાણ પાસેથી પ્રદીપે ટિકિટ લીધી હોવાનો આરોપ લગાવ્યો છે. હાલ ટિકિટ વેચનાર વિક્કી ચૌહાણ ફરાર છે.
આ પણ વાંચો
ખાલિસ્તાન સમર્થકોની ધમકી બાદ ભારત સરકાર એલર્ટ, વિદેશ મંત્રી જયશંકરને મળશે Z શ્રેણીની સુરક્ષા