શોધખોળ કરો

ભારત બંધ: ગુજરાતમાં એસટી બસો ચાલુ રહેશે કે નહીં ? CM રૂપાણીએ શું કરી જાહેરાત ? જાણો

ખેડૂતોએ આવતીકાલે મંગળવારે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂતોના ભારત બંધના એલાનને અનેક સંગઠનોએ સમર્થન આપ્યું છે.

અમદાવાદ: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આવતીકાલે મંગળવારે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનને ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. 8 ડિસેમ્બરે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. રીક્ષા ચાલક સંગઠનો પૈકીના રીક્ષા ચાલક એકતા યુનિયન સ્વંયભુ બંધ રાખવા નિર્ણય લીધો છે. યુનિયને 1700 રીક્ષા ચાલકોને ખેડૂતોના સમર્થનમાં સ્વંયભુ બંધ પાળવા અપીલ કરી હતી. આવતીકાલે ભારત બંધના એલાનને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આવતીકાલે ગુજરાતમાં તમામ ગતિવિધીઓ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે બંધના એલાનમાં કૉંગ્રેસને ક્યાંય પણ ખેડૂતોનો ટેકો નહીં મળે..ગુજરાતમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત રહેશે. તો બળજબરીથી બંધ કરાવનારા આંદોલનકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે ભારત બંધની અસર GSRTC બસોના સંચાલનને નહીં થાય. GSRTC બસોનું સંચાલન મંગળવારે યથાવત રહેશે. એસટી નિગમ રાજ્યના તમામ જિલ્લાનું બસ સંચાલન કરશે. જો કે, બીજી તરફ આવતીકાલે ભારત બંધમાં અમદાવાદ APMC અને પેટ્રોલ પંપ એસોસિયેશન નહી જોડાય. ખેડૂતોના સમર્થનમાં ભારત બંધના એલાનમાં અમદાવાદ APMC જોડાશે નહીં. જમાલપુર APMC ચાલુ રાખવામાં આવશે. તમામ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. હાઈવે પરથી પસાર થતા ટ્રક માટેના રૂટ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. ભારત બંધના એલાનને મહેસાણાની એક પણ APMCનું સમર્થન નથી. ઊંઝા, મહેસાણા, ખેરાલુ, વિજાપુર સહિત કડી APMC આવતીકાલે ચાલુ રહેશે. તમામ વેપારીઓ ખેડૂતોના માલની ખરીદી કરશે. ખેડૂતોના હિતમાં મહેસાણાની APMC ચાલુ રાખવામાં આવશે. કોંગ્રેસ ખેડૂત આંદોલનના સમર્થનમાં આવતીકાલે તમામ APMC બંધ કરાવશે. કૉંગ્રેસ APMC બંધ કરાવ્યા બાદ બજારો પણ બંધ કરાવશે. ધારાસભ્યોની મિટિંગમાં પ્રમુખ અમિત ચાવડાએ આ સૂચના આપી છે. અમિત ચાવડાએ કૉંગ્રેસના ધારાસભ્યો કે કાર્યકરોને કોઈ પણ ઘર્ષણમાં ન ઉતરવાની પણ કડક સૂચના આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ

HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યોGirl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

Embed widget