Gujarat Election 2022: જાણો ક્યા નેતાએ રાહુલ ગાંધીના ભાષણનો ગુજરાતીમાં કર્યો અનુવાદ
Gujarat Assembly Election 2022:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા છે. હાલમાં તેઓ સુરતના મહુવામાં સભા સંબોધી રહ્યા છે. રાહુલ ગાંધી હિન્દીમાં ભાષણ આપી રહ્યા છે.
Gujarat Assembly Election 2022: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા છે. હાલમાં તેઓ સુરતના મહુવામાં સભા સંબોધી રહ્યા છે. રાહુલ ગાંધી હિન્દીમાં ભાષણ આપી રહ્યા છે. તેમના હિન્દી ભાષણનું ગુજરાતીમાં અનુવાદ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરસિંહ સોલંકી કરી રહ્યા છે.
લોકલાડીલા નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીજીની મહુવાની રેલીને LIVE નિહાળો #CongressAaveChe https://t.co/6YrpWMSMR3
— Gujarat Congress (@INCGujarat) November 21, 2022
આ પ્રસંગે રાજસ્થાન સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, આખા ગુજરાતમાં ખુશીની લહેર છે. રાહુલ ગાંધી દિલ્હી નથી ગયા પરંતુ આપણી વચ્ચે આવ્યા છે. આઝાદી પછી સૌથી ગંભીર પદ યાત્રા રાહુલ ગાંધી કરી રહ્યા છે.
હજુ 1500 કિલોમીટરની યાત્રા બાકી
આ પ્રસંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, 2000 કિલોમીટર ચાલી ચુક્યા છીએ અને હજુ 1500 કિલોમીટરની યાત્રા બાકી છે. આજે લાખો લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. જેમાં ખેડૂતો, મહિલાઓ,આદિવાસીઓ,દલિતોનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે, દુઃખ સાથે કહેવું પડે કે, મીડિયા એટલું બધું બતાવતી નથી તમે ત્યાં આવશો તો ત્યાં નદી જેવું દેખાશે. આ મહોબત અને પ્રેમની યાત્રા છે. આમ બધા લોકો આવે છે કોઈ ધર્મ જાતિ ઉમર વિશે પૂછતું નથી.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર માટે આજે ગુજરાતમાં આવ્યા છે. રાહુલ ગાંધીએ સુરતના મહુવામાં જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ મહુવામાં જનસભા સંબોધતા કહ્યું, ભારત જોડો યાત્રાને જનતા ખૂબ જ આર્શીવાદ આપી રહી છે. ખેડૂત, દલિત, આદિવાસી સહિત તમામ વર્ગના લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું આ પ્રેમ અને લાગણીની યાત્રા છે. હિંદુસ્તાનને જોડવાનું કામ ગાંધીજીએ કર્યું હતું. સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું છે. સભામાં રાહુલ ગાંધીનું અડધે સુધી ભાષણ ભરતસિંહે અનુવાદ કર્યું હતું. બાદમાં તેઓ બેસી ગયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, અનંત પટેલ લોકોના અધિકાર માટે લડી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું, દરેક જાતિ અને ધર્મના લોકો ઉત્સાહ અને ઉમંગથી ભારત જોડો યાત્રામાં જોડાય છે અને અમે સૌ આ દેશમાંથી નફરતને ખતમ કરવા આ યાત્રા કરી રહ્યા છીએ. ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે. જંગલ જમીન અને પર્યાવરણ વિષે આદિવાસીઓ જેટલું કોઈ જાણતું નથી. આ દેશના પહેલા માલિક આદિવાસીઓ છે
રાહુલ ગાંધીએ કહ્યું આદિવાસી સમાજ સાથે મારા પરિવારને સંબંધ ખૂબ જ જૂનો છે. હું નાનો હતો ત્યારે મારા દાદી ઈન્દીરાએ એક ચોપડી આપી હતી. જે મને સૌથી વધુ પ્રિય હતી. જેમાં ફોટો હતો. મને આદિવાસી વિષે વધુ ખબર નહોતી. એક આદિવાસી બાળક પુસ્તકમાં બધા ફોટો જંગલ વિષે અને એ બાળકના જીવવા વિષે હતી. હું દાદી સાથે આ પુસ્તક વાંચતો.દાદી મને સમજાવતી હતી. એક દિવસ મેં પૂછ્યું દાદી, આ પુસ્તક બહુ ગમે છે. તેણીએ કહ્યું આ પુસ્તક આપણા આદિવાસી વિષે છે. આ હિન્દુસ્તાનના પહેલા અને અસલી માલિક છે.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ગઈકાલે યાત્રામાં રામ નામનો યુવાન મળ્યો, જે યુવાન મને મળીને રડી પડ્યો હતો.તેણે કહ્યું, કોરોનામાં મારુ આખું કુટુંબ ચાલ્યું ગયું. આ દુનિયામાં મારુ કોઈ નથી. હોસ્પિટલમાં ડોક્ટરો સામે હાથ જોડ્યા. પરંતુ તેઓએ મારા પરિવારને બચાવ્યું નથી. હું બેરોજગાર છું. મને કોઈ રસ્તો નથી દેખાતો. આજે મને કોઈ રસ્તો નથી દેખાતો. આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવે છે. અમને પૂછ્યા વગર જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે.અમારી જમીનનાં પૈસા આપ્યા વિના અમારી મા એવી જમીનને મફતમાં આપી દેવામાં આવે છે.