શોધખોળ કરો

ભરૂચઃ એક જ દિવસમાં 3 લોકો ખુલ્લી ગટરમાં ખાબક્યા, આસપાસના લોકો દોડી આવ્યા અને....

ગાંધીબજાર વિસ્તારની આ ત્રણેય ઘટના ભરૂચ નગરપાલિકાના પાપે સર્જાઈ હોવાનો ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તેજપ્રીત સોકીએ આક્ષેપ કર્યો હતો.

ભરૂચઃ ભરૂચ શહેરના ગાંધીબજાર વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરોમાં એક જ દિવસમાં 3 લોકો ખાબક્યા હતા. જેના સીસીટીવી વીડિયો સોશ્યિલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. જોકે ખુલ્લી ગટરોને બંધ કરવા અથવા ભયજનક બોર્ડ મુકવામાં નગરપાલિકાની આળસ ગમે ત્યારે નિર્દોષ વ્યક્તિનો ભોગ લઇ શકે છે. ભરૂચ શહેરમાં એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહયો છે. સમગ્ર ભરૂચ શહેરનું પાણી વિવિધ વિસ્તારોમાં થઇને ગાંધીબજાર અને ફુરજામાંથી પસાર થઇ નર્મદા નદીમાં ભળી રહયું છે. સામાન્ય વરસાદમાં પણ ફુરજા અને ગાંધીબજાર જળબંબાકાર બની જાય છે, ત્યારે અહીંની ગટરો મોતના કુવા સમાન બની ચુકી છે. પાણીના કારણે રસ્તો કયાં છે અને ગટર કયાં છે તેનો લોકોને ખ્યાલ આવતો નથી, ત્યારે મંગળવારના રોજ એક જ દિવસમાં 3 લોકો ખુલ્લી ગટરમાં ખાબક્યા હતાં. ભરૂચઃ એક જ દિવસમાં 3 લોકો ખુલ્લી ગટરમાં ખાબક્યા, આસપાસના લોકો દોડી આવ્યા અને.... એક યુવતી ગાંધીબજાર વિસ્તારમાં ખરીદી માટે આવી હતી. આ યુવતી હાથમાં સામાન લઇને દુકાનની બહાર નીકળી તેવી અચાનક જ ગટરમાં પડી ગઇ હતી, ત્યારે આસપાસના લોકોએ દોડી આવી યુવતીને ગટરમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો. ભરૂચઃ એક જ દિવસમાં 3 લોકો ખુલ્લી ગટરમાં ખાબક્યા, આસપાસના લોકો દોડી આવ્યા અને.... જયાં યુવતી ગટરમાં ખાબકી હતી તે ગટરમાં જ સાયકલ લઈને ત્યાંથી પસાર થતા એક વૃદ્ધ પણ પડ્યા હતા. અચાનક ગટરમાં પડી જતા હેબતાઈ ગયેલા વૃદ્ધને બચાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગાંધીબજારમાં જ એક દુકાનમાંથી બહાર નીકળ્યા બાદ યુવાન લોખંડની જાળી પર ઉભો રહી પાણી હોવાથી બહાર કેવી રીતે નીકળવું તેની મુંઝવણ અનુભવી રહયો હતો. યુવાને જેવો પાણીમાં પગ મુક્યો કે તે સીધો ગટરમાં પડી ગયો હતો. સદનસીબે સ્થાનિક રહીશોએ તેને બચાવી લીધો છે. જોકે ગાંધીબજાર વિસ્તારની આ ત્રણેય ઘટના ભરૂચ નગરપાલિકાના પાપે સર્જાઈ હોવાનો ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તેજપ્રીત સોકીએ આક્ષેપ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગટરો ખુલ્લી હોવા છતાં નગરપાલિકાએ ભયજનક બોર્ડ કે આડાશ મુકવાની પણ તસ્દી લીધી નથી. અહીં છાશવારે બની રહેલાં બનાવોના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. ગાંધીબજારની ખુલ્લી ગટરો મોતના કુવા સમાન બની ચુકી છે. વહેલી તકે સલામતીના પગલાં ભરવામાં નહીં આવે તો લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget