શોધખોળ કરો

Bhavnagar : પત્નીની હત્યા કરીને પતિએ હાર્ટ અટેકથી મોત થયાનું કર્યું રટણ, પોલીસ તપાસમાં શું થયો મોટો ધડાકો?

સિહોર તાલુકાના દેવગાણા ગામે પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. સિહોર પોલીસે 302નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાવનગર : સિહોર તાલુકાના દેવગાણા ગામે પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. સિહોર પોલીસે 302નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પતિને અન્ય મહિલા સાથે આડા સબંધ હોય જેને લઇ વારંવાર ઝઘડો થતા હોવાના કારણે પત્નીની હત્યા કરી હોવાનું અનુમાન છે. મૃતક દીકરીના પિતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 

દેવગણા ગામે ત્રણ મહિના પહેલા હિરલનાં લગ્ન જયપાલસિંહ ચૌહાણ નામના વ્યક્તિ સાથે થયા હતા. ત્રણ દિવસ પહેલા હિરલ નામની પરણિતાનું ગળાટૂંપો આપી તેના પતિએ મોત નિપજાવ્યા બાદ પરણિતાના પતિએ હાર્ટ એટેક આવીને મૃત્યુ નીપજયું હોવાનું બહાર પાડ્યું હતું. સમગ્ર બનાવને મૃતક દીકરીના પિતાને શંકા જતા હોસ્પિટલ ખાતે પી.એમ કરાવેલ જ્યાં રિપોર્ટ આવ્યા બાદ ભાંડો ફૂટતાં ગળાટૂંપો આપીને મોત નિપજાવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. હાલ સિહોર પોલીસે સમગ્ર બનાવને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વે 3-3 હત્યાથી ખળભળાટ, રાજકોટમાં 2-સુરતમાં એક યુવકની હત્યા

રાજકોટઃ ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં 3-3 હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં એક અને રાજકોટમાં બે યુવકોની હત્યા થઈ છે. રાજકોટમાં ફરી એક વખત તહેવારમાં લોહીયાળ ઘટના બની છે. હોળી પર્વ રક્તરંજીત બન્યું હતું. રાજકોટના ગોકુલધામ આવાસમાં હત્યાની ઘટના બની હતી. પાડોશીએ યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. મોડી રાત્રે હત્યાની ઘટના બની હતી. હત્યા સહિતના કારણો જાણવા માલવીયા નગર પોલીસે તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો પ્રમાણે, આવાસના ક્વાર્ટરમાંથી યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકનું નામ રમેશ રાઠોડ હોવાનું અને તેની હત્યા બાજુમાં રહેતા અમિત જેન્તી ચૌહાણે કરી હોવાનું જાણવા મળતા આરોપીને સકંજામાં લીધો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આપેલી વિગતો પ્રમાણે, મૃતક એકલો જ રહેતો હતો. પાડોશમાં રહેતા આરોપીએ છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રમેશની હત્યા કરી છે. રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ હત્યાથી આવાસમાં ટોળાં એકઠા થઇ ગયા હતા. સકંજામાં આવેલા આરોપી અમિત ચૌહાણની પૂછપરછ કરી હત્યાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટના ગોંડલમાં હત્યાની ઘટના સામે આવી છે. ગોંડલ- મોવિયા રોડ પર બની યુવાનની હત્યાની ઘટના બની છે. ફુલવાળી ચોકની અંદર યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પાસેથી લોખંડનો મોટો ટુકડો મળ્યો છે.  જ્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ. ગોવાલક ગણપત નગરમાં 35 વર્ષય ધર્મેન્દ્ર પરિહાર નામના યુવકની હત્યા કરવામાં આવી છે. સોસાયટીમાં જ રહેતા કેટલાક હત્યારાઓએ તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી છે. અંગત અદાવતમાં હત્યા કરાયાનું અનુમાન છે. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટીની ઘટના. હોળીના દિવસે બપોર ના સમયે ગળે ફાંસો ખાઈને મહિલાએ આપઘાત કર્યો. કાજલબેન ચાવડા નામની મહિલાએ કર્યો આપઘાત. મહિલાની જે સ્થિતિ છે તેના પરથી શંકા ઉદભવી રહી છે. મહિલાની હત્યા કે પછી આત્મહત્યા તે તપાસનો વિષય બન્યો. કાપોદ્રા વિસ્તારમાં મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી. ગળેફાંસો ખાધેલી હાલતમાં મહિલાની લાશ મળી, પરંતુ મહિલાનાના ઘુટણ જમીન સુધી હોવાનું સામે આવ્યું. મહિલાએ આપઘાત કર્યો કે તેની હત્યા થઈ તેની તપાસ શરૂ. કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત નોંધ કરી તપાસ આરંભી. ઘટનાના પગલે સતનારાયણ સોસાયટીમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ લોકો એકઠા થયા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget