શોધખોળ કરો
Advertisement
ભુજઃ સગીર છોકરીને પ્રેમી યુવાન સાથે બંધાયા સંબંધ, માતાને હતો વાંધો તો છોકરીએ કોની સાથે મળીને કરી નાંખી હત્યા ?
મૃતક મહિલા વિજયાબેન પ્રવીણભાઇ ભુડિયા(પટેલ)ની સગીર દીકરી સાથે પાડોશમાં રહેતા સુનીલ ઉર્ફે સોનુ કિશોરભાઈ જોશી સાથે પ્રેમસંબંધ હતા.
ભુજઃ તાલુકાના સુખપરમાં મહિલાની ચકચારી હત્યાનો કેસ ત્રીજા દિવસે જ પોલીસે ઉકેલી લીધો છે. મહિલાની હત્યા સગીર દીકરીએ જ તેના પ્રેમી સહિત ત્રણ શખ્સો સાથે કરી હોવાની કબૂલાત કરી લીધી છે. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી લીધી છે.
મળતી વિગતો પ્રમાણે મૃતક મહિલા વિજયાબેન પ્રવીણભાઇ ભુડિયા(પટેલ)ની સગીર દીકરી સાથે પાડોશમાં રહેતા સુનીલ ઉર્ફે સોનુ કિશોરભાઈ જોશી સાથે પ્રેમસંબંધ હતા. જોકે, આ પ્રેમસંબંધ સામે મહિલાને વાંધો હતો. આથી તેમણે સુનીલને ઠપકો પણ આપતી હતી. વારંવાર ઠપકો મળતો હોવાથી રોષે ભરાયેલા આરોપી સુનીલે મિત્ર આનંદ સુથાર સાથે મળી હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
સગીર પ્રેમિકા સાથે મળી દાતરડું, છરી અને લોખંડના પાઇપથી હુમલો કરી મહિલાની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપી સુનીલની પૂછપરછ કરતાં અંતે તે ભાંગી પડ્યો હતો અનને ગુનો કબુલ્યો હતો.
બુધવારે સવારે આરોપી સુનીલ અને તેના મિત્ર આનંદ ઘરમાં ઘૂસ્યા હતા. આ સમયે મહિલાની વૃદ્ધ માતા બહાર બેઠા હતા. જોકે, તેઓ અસ્વસ્થ હોય આરોપીઓને મોકી મળી ગયો હતો. ઘરમાં ઘૂસી ગયેલા આરોપીઓએ મહિલાને દાતરડાથી ગળામાં અને ગાલ પર છરીના ઘા માર્યા હતા. જેને કારણે મહિલાનું મોત થયું હતું.
મૃતક મહિલાના ઘરે તપાસ દરમિયાન પોલીસને કચરાપેટીમાંથી એક કાગળ મળી આવ્યો હતો, જેમાં સુનીલ લખેલું હતું. આથી આ અંગે સગીરાની પૂછપરછ કરતાં તેણે સુનીલ સાથે પ્રેમસંબંધ હોવાનું જણાવ્યું હતું. આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અનને સુનીલની અટકાયત કરી પૂછપરછ કરતાં સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉંચકાયો હતો.
આરોપીઓ મહિલાની હત્યા કરી નાસી ગયા હતા. આ પછી સગીરાએ દિવાલ પર લાગેલા લોહીના દાગ સાફ કરી નાંખ્યા હતા. એટલું જ નહીં, લોહીવાળા કપડા, છરી અનને દાતરડી સહિતના હથિયારો મોચીરાઈ રોડ પર આવેલા છેલામાં ફગાવી દીધા હતા. પોલીસે ત્યાંથી હથિયારો કબજે કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement