કોરોનામાં દુકાનનો ખર્ચ કાઢવો મુશ્કેલ થતાં ભુજના યુવકે શરૂ કર્યું હરતું-ફરતું સલૂન, અંદરની તસવીરો જોઇને થઈ જશો ખુશ
કોરોનાની બે લહેર આવતા અનેક લોકોની જિંદગી બદલી ગઈ. ભુજના યુવકે છોટા હાથીમાં ફેરફાર કરી બે લાખના ખર્ચે સલૂન બનાવી દિધી. આ ટેક્ષી આખા ભુજમાં ફેરવી તેવો રોજી રોટી મેળવી રહ્યા છે.
ભુજઃ કોરોના કાળમાં દુકાન ખર્ચ કાઢવો મુશ્કેલ થતાં ભુજના યુવકે એક હરતી ફરતી ટેક્ષી સલૂન બનાવી છે. કોરોનાએ છેલ્લા ઘણા સમયથી લોકોના રોજગાર ધંધા ભાંગી નાખતા લોકો હવે ભાડાની દુકાન મૂકી આત્મનિર્ભર થવા પામ્યા છે. કોરોનામાં તૂટેલા ભુજના યુવકે સલૂન ટેક્ષી ચાલુ કરી છે.
ગત વર્ષ અને ચાલુ વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન કોરોનાની બે લહેર આવતા અનેક લોકોની જિંદગી બદલી ગઈ. ભુજના યુવકે ટાટાની છોટા હાથીમાં ફેરફાર કરી બે લાખના ખર્ચે સલૂન બનાવી દિધી. હરતી ફરતી સલૂનની આ ટેક્ષી આખા ભુજમાં ફેરવી તેવો રોજી રોટી મેળવી રહ્યા છે.
અમીચંદભાઈ નાઇએ જણાવ્યું હતું કે, મૂળ બનાસકાંઠાના દિયોદરનો વતની છું. ગત વર્ષે લોકડાઉનમાં બે-ત્રણ મહિના સુધી દુકાનો બંધ રહી હતી. જેને કારણે તેનું ભાડું પણ ચડી ગયું હતું. લોકડાઉનને કારણે લાખ-દોઢ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. આ વર્ષે પણ આવું જ બન્યું. બીજી તરફ દુકાનના ભાડા ચડી ગયા હતા. જેને કારણે દુકાન બંધ કરવાની સિચ્યુએશન ઉભી થઈ. પછી આ હરતી-ફરતી સલૂન 2.70 લાખ રૂપિયાનો ખર્ચો કરીને તૈયાર કરી.
'ભાજપ કો સન્મતિ દે ભગવાન', કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના પોલીસ સ્ટેશનમાં ધરણા-બોલાવી રામધૂન
અમરેલીઃ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિતના કોંગી કાર્યકરોએ ભાજપની રામધૂન બોલાવી હતી. તો મોંઘવારી મુદે પોલીસ સ્ટેશનમાં કવિતા બોલી વિરોધ દર્શાવ્યો હતો.
નેતા વિપક્ષ પરેશ ધાનાણી અટકાયત કરી અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા. અમરેલીમાં પોલીસે નેતા વિપક્ષ પરેશ ધાનાણીની અટકાયત કરી હતી. પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીના મુદે કોંગ્રેસ દ્વારા સાયકલ રેલી કાઢવામાં આવી હતી.
અમરેલી શહેરમાં માર્કેટિંગ યાર્ડથી સાયકલ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું હતું. જેમાં પોલીસે સાયકલ રેલી સહિત વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતા વિપક્ષ ધાનાણી સહિતના કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસી કાર્યકરોએ મોંઘવારી મુદે બેનરો અને સુત્રોચસરો સાથે વિરોધ દર્શાવ્યો હતો. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.દારૂ સસ્તો, મોંઘા તેલના સહિતના મુદ્દે નારા લગાવ્યા હતો.
આ ઉપરાંત આજે બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો એ સાઇકલ ચલાવી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. સતત ડીઝલ પેટ્રોલનાં અને અન્ય જીવનજરૂરિયાત ચીજ વસ્તુઓનાં ભાવ આસમાને પહોંચતા વિરોધ કરવામાં આવ્યો. ધારાસભ્ય વિરજી ઠુમર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એ શહેરની બજારોમાં સાયકલ ચલાવી સૂત્રોચ્ચારો કરી વિરોધ કરવામાં આવ્યો હતો.