શોધખોળ કરો
સરકારનો મોટો નિર્ણય, વધુ 32 જ્ઞાતિઓનો બિન અનામત વર્ગમાં કરાયો સમાવેશ, જુઓ લિસ્ટ
બિન અનામત વર્ગમાં હિન્દુ ધર્મની 20 અને મુસ્લિમ ધર્મની 12 જાતિનો સમાવેશ કરાયો છે. હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે,

ગાંધીનગર: બિન અનામત વર્ગની નીતિઓમાં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે કરવામાં આવેલા પરિપત્રમાં બિન અનામત જાતિઓમાં હિન્દુ ધર્મની 20 જાતિઓ અને મુસ્લિમ ધર્મની 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમક્ષ અનેક રજૂઆતોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિનઅનામત વર્ગની જાતિમાં વધુ 32 જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવતા હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે. કઈ કઈ જ્ઞાતિને બિન અનામત વર્ગમાં કરાયો સમાવેશ ? હિંદુ વાલમ બ્રાહ્મણ ખંડેલવાલ મોઢવણિક મોઢ વાણિયા ખેડાવાળ બ્રાહ્મણ બાજ ખેડાવાળ બ્રાહ્મણ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જેઠી મલ્લ , જેષ્ઠિ મલ્લ , જયેષ્ઠિ મલ્લ પુરબીયા રાજપુત ક્ષત્રિય હિંદુ આરેઠિયા વાવિયા હિંદુ મહેતા મોરબીયા જોબનપુત્રા પુરોહિત, રાજપુરોહિત મારુ રાજપુત અમદાવાદ રાવત (રાજપુત) કુરેશી મુસ્લિમ સુન્ની મુસલમાન વ્હોરા પટેલ સુન્ની મુસલમાન ખેડવાયા મુસલિમ મુસ્લિમ ખત્રી બુખારી મોમીન સુથાર મોમીન સુથાર મુમન મુસ્લિમ રાઉમા મુસ્લિમ રાયમા મુસ્લિમ વેપારી
વધુ વાંચો





















