Gujarat Weather: આગામી દિવસોમાં ઠંડી કે માવઠું ? ગુજરાતમાં હવામાનને લઇને સામે આવ્યું મોટુ અપડેટ
Gujarat Weather: આગામી દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક રહેશે. ગુજરાતના હવામાનમાં લઘુત્તમ તાપમાનમાં બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય

Gujarat Weather: ગુજરાતમાં અત્યારે ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન વધ્યું છે. આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોનું તાપમાન ઊંચુ ગયું હતું. હવે આ બધાની વચ્ચે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધશે કે માવઠું થશે તેને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે.
હવામાન વિભાગના અનુસાર, આખા ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આગામી દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક રહેશે. ગુજરાતના હવામાનમાં લઘુત્તમ તાપમાનમાં બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોમવારે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે ભુજમાં 13.6, રાજકોટમાં 15.2, ગાંધીનગરમાં 16.7, અમદાવાદમાં 17 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી તથા સુરતમાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં હવામાનને લઇને મોટું અપડેટ સામે આવ્યું છે, તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે, અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર ઘટ્યુ છે. ગુરુવારથી લઘુતમ તાપમાનમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા બદલાવવાને અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. બેથી ત્રણ દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે જેના કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, કારતક મહિનાની એકમથી લઈ 18 જાન્યુઆરી સુધીમાં કશ કાતરાનું પ્રમાણ નબળું રહ્યું છે. એટલે સંકેતો સારા નથી. અત્યાર સુધી કશ કાતરા થવા જોઈએ તેવા થયા નથી. બે વખત કશ કાતરા થયા હતા. તેમ છતાં ચોમાસું નબળું નથી થવાનું કારણ કે કશ કાતરા સિવાય પણ અનેક પરિબળ જોવાના હોય છે. ઝાકળ વર્ષા, હોળીનો પવન, અખાત્રીજનો પવન જોવાનો હોય છે. બીજા પરિબળો જોવાના બાકી છે.
આ પણ વાંચો
Gujarat Weather: બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધવાની આગાહી, વાંચો લેટેસ્ટ હવામાન અપડેટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
