Gujarat Weather: બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધવાની આગાહી, વાંચો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Weather: સતત ત્રણેક દિવસ ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયા બાદ, આજથી ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે

Gujarat Weather: જાન્યુઆરીના અંતિમ તબક્કામાં હવે ઠંડીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે, હાલમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર થોડુ ઘટેલું જોવા મળી રહ્યું છે. પરંતુ આગામી દિવસોમાં આ સ્થિતિ બદલાઇ શકે છે. અંતિમ સપ્તાહમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે.
રાજ્યમાં હવામાનને લઇને મોટું અપડેટ સામે આવ્યું છે, તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે, અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર ઘટ્યુ છે. ગુરુવારથી લઘુતમ તાપમાનમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે.
સતત ત્રણેક દિવસ ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયા બાદ, આજથી ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ખાસ વાતચીત કરી છે. આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. આ પછી આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ ન હોવાની શક્યતાઓ છે. ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે.
હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે, "20 જાન્યુઆરી બાદ હવામાનમાં પલટો આવશે. ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે ઠંડી ઘટશે. જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવશે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે." આગામી "27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને કોઈક કોઈક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે. તારીખ 18,19 અને 20માં તો ડાંગમાં મોટો પલટો આવવાની શક્યતા છે." "અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતા રહેશે. હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે. 24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, પોષ માસમાં હિમ પડે તો આવતું વર્ષ સારું રહે. જાન્યુઆરી અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડશે."
આ પણ વાંચો
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
