Biparjoy cyclone: 15 જૂને વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છને ધમરોળશે, જાણો પોરબંદરથી કેટલા કિલોમીટર દૂર
બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે. આ વાવાઝોડું ગુજરાત તરફ તિવ્ર ગતિ સાથે આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 420 કિલોમીટર દૂર છે.
પોરબંદર: બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે. આ વાવાઝોડું ગુજરાત તરફ તિવ્ર ગતિ સાથે આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 420 કિલોમીટર દૂર છે. દ્વારકાથી વાવાઝોડું માત્ર 460 કિલોમીટર દૂર છે, જ્યારે નલિયાથી વાવાઝોડું માત્ર 550 કિલોમીટર દૂર છે. પ્રચંડ ગતિ સાથે બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યુ છે.
15 તારીખે બપોરે 2 વાગ્યે વાવાઝોડું ટકરાશે
અરબી સમુદ્રમાં વાવાઝોડાની ગતિમાં સતત વધારો થઈ રહ્યો છે. 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 15 તારીખે બપોરે 2 વાગ્યે વાવાઝોડું ટકરાશે. માંડવી પાસે વાવાઝોડું ટકરાશે. વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ તરીકે વાવાઝોડું ટકરાશે.
125થી 150 પવનની ગતિ રહેશે
વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે 125થી 150 પવનની ગતિ રહેશે. દ્વારકાની પટ્ટીમાં 50થી 55 કિમીની પ્રતિ કલાકે પવન ફૂંકાશે. 15 તારીખથી પવનની ગતિમાં જોરદાર વધારો આવશે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં કાંઠા વિસ્તારમાં તોફાનની તિવ્ર ગતિ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો પ્રભાવ રહેશે.
ESCS BIPARJOY lay at 1430 IST today, about 420 km SSW of Porbandar, 460 km SSW of Dwarka, 550 km SSW of Naliya. To cross Saurashtra and Kutch and adj Pakistan coasts around noon of 15 June as VSCS. pic.twitter.com/wSLON72iQO
— India Meteorological Department (@Indiametdept) June 11, 2023
કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
14 તારીખે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 14 તારીખે રાજકોટ, ભાવનગર, જુનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવલખી, માંડવી, ઓખા બંદર પર ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બેડી, મુંદ્રા, જખૌ બંદર પર ચાર નંબરનું સિગ્નલ લગાવાયું છે.
બિપરજોય વાવાઝોડાની અસર ગીર સોમનાથના દરિયોમાં જોવા મળી રહી છે. દરિયાના મહાકાય મોજા મૂળ દ્વારકા ગામના મકાનો સાથે અથડાઈ રહ્યા છે. દરિયામાં 15 ફૂટથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જે સીધા જ મકાનની દીવાલો સાથે અથડાઈ રહ્યા છે. ગામથી દરિયો 50થી 80 મીટર દૂર હોવા છતાં ગામની દીવાલો સાથે મોજા અથડાઈ રહ્યા છે. જેમ જેમ અરબી સમુદ્રમાંથી વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચી રહ્યું છે તેમ તેમ મૂળ દ્વારકા ગામની દીવાલો સાથે દરિયો અથડાઈ રહ્યો છે.
કોડીનારનું મુળ દ્વારકા બંદર ભયાવહ સ્થિતિમાં છે. લોકોના કિનારા પરના ઘરો અને દુકાનો સાથે મોજા અથડાઈ રહ્યા છે. દરિયો 20 ફૂટથી વધુ આગળ આવી ઘરો સુધી દસ્તક આપી રહ્યો છે. વાવાજોડાના પગલે ગીર સોમનાથ એસપી અને પોલીસની ટીમો દરિયા કાંઠા પર જોવા મળી છે. સુત્રાપાડા નજીક હીરાકોટ બંદરે એસપી મનોહરસિંહ જાડેજા પહોંચ્યા હતા. આ ઉપરાંત મનોહરસિંહ જાડેજાએ જાલેશ્વર બંદરની પણ મુલાકાત લીધી હતી.