શોધખોળ કરો

વિપક્ષ તોડો અભિયાન માટે ભાજપે બનાવી કમિટી, ભરત બોધરાને બનાવ્યા કમિટીનાં અધ્યક્ષ

આ કિમીટ અન્ય પક્ષના કયા નારાજ નેતાને સામેલ કરવા તે અંગે અભિપ્રાય આપશે.

Lok Sabha Elections: લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનો વ્યાપ વધારવા માટે મોટુ આયોજન કરવામાં આવ્યું છે. અન્ય પક્ષના નારાજ નેતાઓને પક્ષમાં જોડવા માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં નાયબ દંડક જગદીશ મકવાણા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કિમીટ અન્ય પક્ષના કયા નારાજ નેતાને સામેલ કરવા તે અંગે અભિપ્રાય આપશે. પ્રદેશ અને જિલ્લા, મહાનગર સ્તર પર સરપંચ પદ પરથી ચૂંટણી લડેલા અન્ય પાર્ટીઓના કે અપક્ષ ઉમેદવારો, સમાજના અને વિવિધ ક્ષેત્રના આગેવાનોના નામોની યાદી તૈયાર કરીને મોટી સંખ્યામાં પક્ષમાં જોડવાનો કાર્યક્રમ યોજાશે.

તો ડિસેમ્બરમાં એક જ અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને કૉંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલને રાજીનામું આપ્યુ તે સમયે ભરત બોઘરા રાજીનામા સમયે હાજર હતા. ત્યારે હવે એ જ ભરત બોઘરાને આ કમિટીનું સુકાન સોંપવામાં આવ્યું છે.

લોકસભા ચૂંટણી 2024ને લઇને ગુજરાત ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને 3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.  પ્રદિપસિંહને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય અમિત ઠાકરને બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત બાબુભાઈ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર તો કે.સી.પટેલને ગાંધીનગર અને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સિવાય નરહરિભાઈ અમીનને આણંદ, ખેડા, પંચમહાલ,દાહોદ તો જ્યોતિબેન પંડ્યાને સુરત, નવસારી,બારડોલી, વલસાડની જવાબદારી સોંપવામાં આવી હતી. ભૂપેન્દ્ર ચુડાસમાને જૂનાગઢ,અમરેલી, ભાવનગર તો આર.સી.ફળદુને જામનગર,પોરબંદર,રાજકોટની જવાબદારી સોંપવામાં આવી હતી. 

2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન ભાજપે લોકસભા ચૂંટણી માટે સ્લોગન નક્કી કરી લીધું છે. સૂત્રોએ જણાવ્યું કે આ સ્લોગન છે 'અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર'. તેમજ ભાજપે લોકસભા અને વિધાનસભા કક્ષાએ કન્વીનર અને સહ કન્વીનર નક્કી કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સમગ્ર દેશની મુલાકાત લેશે. પીએમ મોદીનો પ્રવાસ 22 જાન્યુઆરીથી શરૂ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Advertisement

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Embed widget