શોધખોળ કરો
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાત ભાજપના નેતાઓને શું કરી ટકોર? જાણો વિગત
નડ્ડાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરી તાકાત લગાવી દેવા હાકલ કરી હતી.

(CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે જેપી નડ્ડા)
ગાંધીનગર: ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમણે ધારાસભ્યો, સાંસદો અને ઈન્ચાર્જ સાથે મીટિંગ કરી હતી. નડ્ડાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરી તાકાત લગાવી દેવા હાકલ કરી હતી. જે પી નડ્ડાએ ગુજરાત ભાજપના નેતાઓને ટકોર પણ કરી હતી. તેમણે કહ્યું, ગુજરાતે સરકાર અને સંગઠન ક્ષેત્રે બીજા રાજયને શીખવવાનું છે શીખવાનું નથી. સરકાર હોય કે સંગઠન દરેક ક્ષેત્રે ગુજરાતે બીજા રાજ્યોને શીખ આપી છે.
વધુ વાંચો





















