શોધખોળ કરો
તાપી: નદીમાં બોટ પલટી જતા આઠ લોકો ડૂબ્યા, એક બાળકીનો મૃતદેહ મળ્યો
તાપી નદીમાં બોટ પલટી જતા આઠ લોકો ડૂબી ગયા છે. જેમાં એક પાંચ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય છ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

વ્યારા: તાપી નદીમાં બોટ પલટી જતા આઠ લોકો ડૂબી ગયા છે. જેમાં એક પાંચ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય છ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. એક નાનકડી હોડીમાં આશરે 13 લોકો બેઠા હતા. તાપી નદીમાં બોટ પલટી મારી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મદદ કરવામાં આવી હતી અને 6 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ અન્યોની સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ ચાલી રહી છે. હોળીની રજાઓને લઈને લોકો ફરવાના સ્થળે જઈ રહ્યા છે. દરમિયાન તાપી નદીની આસપાસ આવેલા સ્થળો મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામના રહેવાસીઓ ફરવા માટે ગયા હતા. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભીસકુદ ગામ ખાતે આવેલી તાપી નદીમાં હોડીમાં સવાર થઈને 13 જેટલા લોકો જઈ રહ્યા હતા.
વધુ વાંચો





















