શોધખોળ કરો

Banaskantha: અંબાજી ગબ્બર પાસેના તળાવમાંથી બે સગા ભાઈ અને બહેનની લાશ મળી આવતા ચકચાર

બનાસકાંઠા: અંબાજી ગબ્બર પાસે જંગલમાં બકરા ચરાવવા ગયેલા બે સગા ભાઈ અને બહેનની લાશ તળાવમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા સાંજે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

બનાસકાંઠા: અંબાજી ગબ્બર પાસે જંગલમાં બકરા ચરાવવા ગયેલા બે સગા ભાઈ અને બહેનની લાશ તળાવમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા સાંજે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તળાવમાંથી લાશ બહાર કાઢવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, જુબલી વાવ પાછળ જંગલમાં ઉડું તળાવ આવેલું છે. તળાવ પાસે ચંપલ મળતા ઘરના લોકોએ પોલીસને જાણ કરી હતી. આદીવાસી પરિવારનાં બાળકો તળાવમાં રમતા રમતા પડયા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંબાજી પોલિસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મોતના કારણ અંગે તપાસ શરુ કરી હતી.

5 દિવસ બાદ હતા પુત્રીના લગ્ન, ત્યારે જ દીકરી અને માતા ઘરમાંથી ગુમ થતા ખળભળાટ

ગુજરાત મોડેલની ચર્ચા આખા દેશમાં થાય છે ત્યારે આર્થિક પ્રશ્નને લઈને એક દીકરીના લગ્ન અટક્યા હોય તેવા પહેલો કિસ્સો બન્યો છે. હાલ તો એક માતાએ બંને પુત્રી સાથે જેમાંથી એક પુત્રીના લગ્ન થવાના હોય તેની સાથે પોતાનું ઘર પણ છોડી દીધું છે. આ ઘટના સામે આવી છે વલસાડના ખેરલાવ વિસ્તારમાં.

આ અંગે વિગતે વાત કરીએ તો, ખેરલાવ સામર ફળિયામાં રહેતા રસિકભાઈ રડકાભાઈ પટેલની ત્રણ દીકરીઓ પૈકી વચલી દીકરી હિરલના લગ્ન અંભેટી  ખાતે નક્કી થયા હતા અને આજથી પાંચ દિવસ બાદ એટલે કે, તારીખ 27 5 2023 ના રોજ લગ્ન લેવાના હોય તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. તારીખ 25/ 5/ 2023  એટલે કે આજે ચાંદલાની વિધિ હોય પિતા રસિકભાઈ હોંસે હોંસે મંડપ બાંધવાની તૈયારી કરી રહ્યા હતા.અને એ જ સમયે માતા મંજુલા તથા બંને દીકરી હિરલ અને સાલીની ત્રણેય પિતા રસિકભાઈને અંબાચ બ્યુટી પાર્લરમાં જઈએ છીએ કહી ઘરેથી નીકળી હતી.

જો કે, સાંજ થવા છતાં ત્રણે માતા પુત્રીઓ ઘરે પરત ન ફરતા પિતા રસિકભાઈએ પુત્રી હિરલને મોબાઈલ ફોન કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતા  કઇક  અજુક્તું બન્યું હોવાનું સમજી સમગ્ર લગ્નનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. કુટુંબીઓ ત્રણેય માતા પુત્રીઓને શોધવામાં જોડાયા હતા. અનેક જગ્યાએ સગા સંબંધીઓના ઘરે શોધી થાક્યા બાદ પિતા રસિકભાઈએ આજે પારડી પોલીસ સ્ટેશન આવી આ ત્રણેય માતા પુત્રીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

હવે આ સમગ્ર મામલાને લઈને દુલ્હન અને માતા પુત્રી ત્રણેય લોકો મળી આવ્યા છે. માતા તેની બંને પુત્રીને લઈને પોતાના પિયરમાંથી મળી આવ્યા છે. એબીપી અસ્મિતા દ્વારા માતા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, દીકરીના લગ્ન રાજી ખુશીથી ગોઠવ્યા હતા પરંતુ પૈસાની સગવડ ન થતા આર્થિક બાબતને લઈને તેઓ માનસિક દબાણમાં આવી ગયા હતા અને તેઓએ ઘર છોડી મૂક્યું હતું. તેમના દ્વારા બંને દીકરી હિરલ અને સાલીનીને  લઈ વાપી તરફ પ્રયાણ કર્યા હતું અને ત્યારબાદ તેઓ તેમના પિયરમાં આવ્યા હતા. જ્યાં પણ તેઓ આવ્યા બાદ તેમને કોઈ શોધવા આવ્યું હોય અને તેમને મારશે તેવા ડરથી તેઓ ઘર બહાર જ રહ્યા હતા અને આખી રાત જ બહાર વિતાવી હતી. 

માત્રને માત્ર દીકરી હિરલના લગ્નમાં આર્થિક પ્રશ્નો અને પતિ સાથેની બોલાચાલીને લઈને તેમણે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. હાલ તો લગ્ન પ્રસંગ મોકૂફ જ રાખવામાં આવ્યો છે પરંતુ આર્થિક પ્રશ્નને લઈને આજે એક દીકરીના લગ્ન ન થઈ શક્યા હોવાનું દેખાઈ આવે છે.. પારડી પોલીસ દ્વારા માતાને દીકરીનું નિવેદન લઈ હાલ વધુ તપાસ હાથ ધરાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget