BANASKANTHA: ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઝીરો ડિગ્રી તાપમાનમાં દેશની સુરક્ષા કરી રહ્યા છે BSF જવાનો
BANASKANTHA: સમગ્ર દેશ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં વ્યસ્ત જ્યારે નડાબેટ ભારત- પાક. બોર્ડર પર BSF ના જવાનો દેશની સેવામાં મસ્ત જોવા મળી રહ્યા છે.
BANASKANTHA: સમગ્ર દેશ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં વ્યસ્ત જ્યારે નડાબેટ ભારત- પાક. બોર્ડર પર BSF ના જવાનો દેશની સેવામાં મસ્ત જોવા મળી રહ્યા છે. ઝીરો ડિગ્રી ઠંડી અને કાળઝાળ ગરમીની વિષમ પરિસ્થિતિમાં ફરજ બજાવતા BSFના હાથોમાં દેશની મજબૂત સુરક્ષા છે. ગુજરાતમાં 826 કિ.મી. ભારત-પાક.બોર્ડર BSFના જવાનો ખડેપગે ઉભા રહીને નવા વર્ષેની શુભકામનાઓ સાથે દેશના લોકોને સુરક્ષા અવિરત પુરી પાડે છે..
ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર
દેશ અને દુનિયા થર્ટી ફર્સ્ટની ઉજવણી અને નવા વર્ષ-૨૦૨૩ને આવકારવા માટે વ્યસ્ત છે જ્યારે નડાબેટ ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSF ના જવાનો દેશની સેવામાં મશગુલ છે. આપણે લોકો સુખચૈનથી પોત પોતાના ઘરોમાં રહેતા હોઇએ તો તેના માટે દેશની સરહદોની રખેવાળી કરતા સૈન્યનો આભાર માનીએ એટલો ઓછો છે. ઇન્ડિયન આર્મી, B.S.F, CRPF સહિત દેશની સુરક્ષા માટે અન્ય પેરામિલેટરી ફોર્સ પણ અગત્યની જવાબદારી નિભાવી રહ્યા છે. જેમાં BSF એટલે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સની ભૂમિકામાં દેશની સરહદોની રક્ષા કરવાની મહત્ત્વની જવાબદારી નિભાવે છે.
આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSF ની કડી નિગરાની
ભારત દેશને અડીને આવેલા બે દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદો પર BSF તૈનાત છે. ભારત-પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશની 6500 કિ.મી. આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSF ની કડી નિગરાની છે, તેના સિવાય જમ્મુ કાશ્મીરમાં લગભગ 147 કિ.મી. લાઇન ઓફ કન્ટ્રોલ પર પણ BSF જવાનોનો પહેરો છે. સાચા અર્થમાં કહીએ તો BSF દેશની સરહદોના પ્રહરી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે.
4050 સ્કવેર કિ.મી. પર BSF સુરક્ષા કરે છે
દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની રક્ષા કરતા BSF જવાનો રાજસ્થાન બોર્ડરથી કચ્છ સુધીની 826 કિ.મી. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત છે. જેમાં મેડી થી જખૌ બંદર સુધીના 85 કિ.મી. દરિયાઈ માર્ગ પર પણ BSF પડકારજનક ફરજ નિભાવે છે. BSFના જવાનો દરિયાઈ વિસ્તાર, પર્વતો, ઉપરાંત રાજસ્થાનનું થાર રણ, ગુજરાતનું કચ્છનું રણ, કચ્છનો સરક્રિક વિસ્તાર જે 4050 સ્કવેર કિ.મી. પર BSF સુરક્ષા કરે છે. દરેક વિસ્તારોમાં પ્રતિકૂળ પરિસ્થિતિ સાથે ઝેરી જીવ જંતુઓથી પણ પોતાની જાતને સુરક્ષિત રાખવી પડે છે. ઝીરો ડિગ્રી ઠંડી અને કાળઝાળ ગરમીની વિષમ પરિસ્થિતિ હોય કે વરસાદ, બરફવર્ષા, તોફાન, ભૂ-સ્ખલન કે કોઈપણ કુદરતી કે માનવ સર્જિત સંજોગો હોય BSF પોતાનું કર્તવ્ય દેશની સુરક્ષામાં અડીખમ રીતે ફરજ નિભાવી અદા કરે છે..