(Source: ECI/ABP News/ABP Majha)
કચ્છ સરહદે BSFનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
કચ્છ સરહદે BSFનું મેગા સર્ચ ઑપરેશન હાથ ધરાયું છે. સતત 34 કલાકથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધી 6 પાકિસ્તાની માછીમારો અને 11 પાકિસ્તાની બોટ ઝડપાઈ છે.
કચ્છ સરહદે BSFનું મેગા સર્ચ ઑપરેશન હાથ ધરાયું છે. સતત 34 કલાકથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધી 6 પાકિસ્તાની માછીમારો અને 11 પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. 9 ફેબ્રુઆરીની બપોરે હરામી નાળા અને સર ક્રિક વિસ્તારમાં પાકિસ્તાનની બોટ અને માછીમારોની ઘૂસણખોરીની સૂચના મળી હતી. જેને લઈ BSF એ 300 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ ક્ષેત્રમાં તલાશી અભિયાન શરૂ કર્યું છે.
ઘુસણખોરો જંગલમાં છુપાઈ જતાં તેઓને પકડવા પડકારરૂપ હોવાથી એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી ૩ કમાન્ડો ટીમ સર્ચ ઓપરેશનમાં જોડાઈ હતી. આ સાથે જ BSF ગુજરાતના આઈજી પણ જોડાયા છે. તેમના નેજા હેઠળ ચર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં BSFએ પાકિસ્તાનની 11 બોટ ઝડપી લીધી છે. મહત્વનું છે કે, હરામી નાળા દલદલીય ક્ષેત્ર છે. જે ભારત અને પાકિસ્તાનને વિભાજિત કરતી 22 કિલોમીટર લાંબી સમુદ્રી ચેનલ છે.
અમદાવાદમાં બિલ્ડર્સને ત્યાં બીજા દિવસે પણ આઇટીનું સર્ચ ઓપરેશન, ચાર કરોડ રોકડા મળ્યા
અમદાવાદમાં સતત બીજા દિવસે બિલ્ડર ગ્રુપ પર આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત રહી છે. મળતી જાણકારી અનુસાર અમદાવાદના શિવાલીક, શિલ્પ અને શારદા બિલ્ડરને ત્યાં આઈટીના સર્ચ ઓપરેશન દરમિયાન ચાર કરોડની રોકડ મળી આવી છે. રેડ દરમિયાન બિલ્ડરોને ત્યાંથી ત્રણ કરોડની કિંમતના ઘરેણાં પણ મળી આવ્યાં છે. તો આઈટી વિભાગે જે 20 લોકરમાં સર્ચ કર્યુ. તેમાંથી એક લોકરમાંથી એક કરોડની રોકડ મળી આવી છે. તો અન્ય લોકરમાંથી પણ રોકડ રકમ મળે તેવી શક્યતા છે. આઈટી વિભાગની ટીમો અલગ અલગ 30 જગ્યા પર સર્ચ ઓપરેશનની કામગીરીમાં લાગી છે. જેમાં બિલ્ડરની ઓફિસ, ઘર અને વિવિધ જગ્યા પર આઈટી વિભાગ સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે.
સવારથી જ શહેરમાં 30 જેટલા સ્થળે સર્ચ આપરેશન હાથ ધરાયું હતું. સર્ચ ઓપરેશનમાં 4 કરોડની રોકડ મળી આવી હતી. આવકવેરા વિભાગની ટીમે 20 જેટલા બેંક લોકરની પણ તપાસ કરી છે. જે પૈકી 1 લોકરમાંથી રૂપિયા 1 કરોડ રોકડા મળી આવ્યા જ્યારે 3 કરોડ રૂપિયાની કિંમતના ઘરેણા પણ મળી આવ્યા હતા. જમીનની ખરીદીમાં બેનામી વ્યવવહારો થયા હોવાની આશંકાએ ગુરૂવારથી અમદાવાદના બિલ્ડર ગ્રુપની ઓફિસ સહિત અન્ય સ્થાને આઈટી વિભાગની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે