શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોંગ્રેસે વિધાનસભાની 3 બેઠકો પર નક્કી કર્યા ઉમેદવાર, જાણો કઈ બેઠક પર કોને ટિકિટ મળવાનું નક્કી ?
આ જાણકારી પ્રમાણે કોંગ્રેસ 8 બેઠકોમાંથી 4 બેઠકો પર પાટીદાર ઉમેદવારો ઉતારશે એ નક્કી છે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર કરવા અંગે એબીપી અસ્મિતાને સચોટ જાણકારી પ્રાપ્ત થઈ છે. આ જાણકારી પ્રમાણે કોંગ્રેસ 8 બેઠકોમાંથી 4 બેઠકો પર પાટીદાર ઉમેદવારો ઉતારશે એ નક્કી છે.
જો કે કોંગ્રેસ ભાજપના ઉમેદવારોની જાહેરાત સુધી રાહ જોશે. ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ જ કૉંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરશે .
આ 8 વિધાનસભા બેઠકો પૈકીની 4 બેઠકો પર કૉંગ્રેસ પાટીદાર ઉમેદવાર ઉતારશે એ નક્કી છે. સાથે સાથે ત્રણ બેઠકો પર કોને કોને ટિકિટ આપશે એ પણ નક્કી છે. કરજણ બેઠક પર સિધ્ધાર્થ પટેલ ચૂંટણી લડવા માગશે તો તેમને કૉંગ્રેસ તક આપશે.
ધારી બેઠક જીતી આપવાની જવાબદારી પરેશ ધાનાણીને સોપી તેમના નિકટના સાથી સુરેશ કોટડિયાને ટીકીટ અપાય તેવી શક્યતા છે જ્યારે અબડાસા બેઠક પર શાંતિલાલ સંધાણીનું નામ નક્કી છે. કોંગ્રેસ આ નામોની જાહેરાત ભાજપનાં નામો જાહેર થાય એ પછી કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement