શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ ચોટીલા દર્શને જતા પરિવારની કારને નડ્યો અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત
કાઠી ક્ષત્રિય સમાજના એક જ પરિવારના 5 સબ્યો ચોટીલા દર્શે જઈ રહ્યા હતા. દરમિયાન ખાંભાના નાનુડી પાસે રોડ પર પડેલી સિમેન્ટ ભરેલી ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી. જેમાં કાર ચલાવી રહેલી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અમરેલીઃ ખાંભાના નાનુડી નજીકના લાપાળા ડુંગર નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. સિમેન્ટ ભરેલી ટ્રક પાછળ પૂરપાટ જતી અલ્ટો કાર ઘૂસી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે પરિવારના 4 સભ્યોને અકસ્માત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, કાઠી ક્ષત્રિય સમાજના એક જ પરિવારના 5 સબ્યો ચોટીલા દર્શે જઈ રહ્યા હતા. દરમિયાન ખાંભાના નાનુડી પાસે રોડ પર પડેલી સિમેન્ટ ભરેલી ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી. જેમાં કાર ચલાવી રહેલી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર ગંભીર ઇજા થતા સાવરકુંડલા-ખાંભાની હોસ્પિટલમાં 108ની મદદથી સારવારમા ખસેડાયા છે. કારમા સવાર તમામ લોકો મોટા બારમણ ગામના રહેવાસી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement