શોધખોળ કરો

Gandhinagar: રાજ્યના 248 સરકારી અનાજના ગોડાઉનમાં 100 કરોડના ખર્ચે CCTV કેમેરા, સેન્ટ્રલ કંટ્રોલ રુમ તૈયાર કરાયો

ગરીબોના મોઢામાંથી અન્નનો કોળિયો ન છીનવાય તે માટે રાજ્ય સરકાર એક્શન પ્લાન પર કામગીરી કરી રહી છે. રાજ્યના 248 સરકારી ગોડાઉનમાં 100 કરોડના ખર્ચે CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર: ગરીબોના મોઢામાંથી અન્નનો કોળિયો ન છીનવાય તે માટે રાજ્ય સરકાર એક્શન પ્લાન પર કામગીરી કરી રહી છે. રાજ્યના 248 સરકારી ગોડાઉનમાં 100 કરોડના ખર્ચે CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. જેની કામગીરી પૂર્ણતાના આરે છે. અંદાજે 6 હજાર CCTV કેમેરા લગાવ્યા બાદ તેનું સીધું જ મોનિટરિંગ  ગોડાઉન મેનેજર અને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીથી કરી શકાશે. 

ગાંધીનગરમાં પુરવઠા નિગમની કચેરીમાં પણ એક સેન્ટ્રલ કંટ્રોલ રુમ તૈયાર કરાઈ રહ્યો છે.  જેમાં દેશની બીજી સૌથી મોટી સ્ક્રીન લગાવવામાં આવી રહી છે..  CCTVના સહારે કન્ટ્રોલ રૂમથી ગોડાઉનમાં આવતા-જતાં વાહનો અને અનાજના જથ્થા પર નજર રાખી શકશે. આ તમામ વાહનો GPSથી સજ્જ હશે.  દર વર્ષે સરકારી અનાજનો જથ્થો સગેવગે થવાના કિસ્સા બનતા રહે છે.  ગયા વર્ષે અંદાજે 50 હજાર બોરીમાં 2500 મેટ્રિક ટન સરકારી અનાજ સગેવગે થયું હતું.  આ ભ્રષ્ટાચારને નાથવા સરકારે આ એક્શન પ્લાન બનાવ્યો છે. સરકારી ગોડાઉનમાંથી અનેક વખત અનાજનો જથ્થો સગેવગે થઈ જાય છે. આ પ્રકારના અનેક કિસ્સાઓમાં રાજ્યમાં સામે આવતા રહે છે.   

ઉના સરકારી હોસ્પિટલમાં આરોગ્ય નિયામકની અચાનક મુલાકાત, અનેક ચોંકાવનારી બાબત સામે આવી

ઉના સરકારી હોસ્પિટલની આરોગ્ય નિયામક દ્વારા અચાનક જ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન સફાઈ, કેમીકલ તેમજ દર્દીનાં તકીયા ચાદર, પગાર બાબતે અધિક્ષકને જાહેરમાં ખખડાવ્યા હતા. ગીતાનો 11મો અધ્યાય વાંચી લેવા જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં 70થી વધુ ગામના લોકો સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે.  ઉના તાલુકો એટલે ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટો તાલુકો અને વસ્તીની ગીચતા પણ એટલીજ છે. નજીક માં પ્રવાસન સ્થળ દીવ અને તુલસીશ્યામ જેવા સ્થળો પણ આવેલા છે. જેથી બહાર થી આવતા યાત્રીઓ પણ આકસ્મિક ઘટનામાં પ્રવાસીઓ પણ આજ સરકારી હોસ્પિટલ નો ઉપયોગ કરતા હોય છે. 

ઉનાની આલીશાન અને મોટી ઇમારત જોઈ લાગશે કે અહી દર્દીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હશે. પરંતુ નહિ!. આ ઉના તાલુકાની સરકારી હોસ્પિટલની આજે પોલ ખુલી પડી છે. કારણ કે ભાવનગરથી આરોગ્ય નિયામકે અચાનક આ હોસ્પિટલની મુલાકાત લેતા અનેક ચોંકાવનારી બાબત સામે આવી હતી. 

ઉના સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ કથળેલી હોવાના કારણે દુર દુરનાં વિસ્તાર માંથી આવતાં દર્દી ઓને સારવાર બાબતે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અને સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા પુરતું ધ્યાન નહીં અપાતા તેમજ સફાઈ, પાણી, દર્દીનાં પલંગ, ગાદલા, ઓછાડ, તકીયા તેમજ સારવારમાં આવતાં દર્દી માટે કામ કરતાં કર્મચારીને જોતાં કેમીકલ પેડ તેમજ દવા સહિતના જરૂરીયાત મુજબ સાધન સામગ્રી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં ખરીદી કરાતી નહીં હોવાની ફરીયાદો કર્મચારીઓ દ્વારા થતાં ભાવનગરના આરોગ્ય તબીબ નિયામક ડો મનિષ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

આ મુલાકાત દરમિયાન અનેક ક્ષતિઓ બહાર આવતા જાહેરમાં ઉના સરકારી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ જય પાધરેસાને ખખડાવી નાખીને ગીતાના અધ્યાયનાં અગિયારનાં પાઠ વાંચન કરવા શીખ આપી હતી. અને ઉના સરકારી હોસ્પિટલમાં તમામ કર્મચારીઓની હાજરીમાં અધિક્ષક જય પાધરેસાને ગીતાના 11માં અધ્યાયનુ જ્ઞાન આપતાં જણાવ્યું હતું કે મનુષ્યના પીઠ પાછળ બોલાયેલા શબ્દો મૃત્યુ કરતાં વધુ ખરાબ છે. આ શબ્દો દર્દી અને કર્મચારી તમારા માટે બોલે છે ભગવાન બધું જોવે છે અહીં પૈસા કમાવવા મુક્યાં નથી. આટલામાં સમજી જવાનું જાહેરમાં અપમાનિત કરવું વ્યાજબી નથી આવાં  શબ્દ પ્રયોગ નિયામકે કહ્યાં હતાં.

ઉના તાલુકાના આજુબાજુના 70 ગામ તેમજ શહેરી વિસ્તારના લોકોનાં આરોગ્ય સેવાઓ તેમજ ડીલેવરી, એમ એલસી કેસ અને નાના મોટાં રોગોની માટે દરરોજ 200 જેટલાં દર્દીઓથી ઉભરાતી સિવિલ હોસ્પિટલનો દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ અધિક્ષક જય પાધરેસા નિમણૂંક કરવામાં આવ્યા છે.  તે પછી હોસ્પિટલની આરોગ્ય સેવાઓ કથળેલી હોવાથી અગાઉ પણ ભાવનગર આરોગ્ય નિયામકે  ચેકીંગ દરમ્યાન સુચનાઓ આપવામાં આવી હતી. પરંતુ કોઈ સુધારાઓ નહીં કરાતાં નિયામક ડો. મનિષ અધિક્ષક સહિત નર્સ સ્ટફા ને પણ જાહેરમાં ઉધડા લીધા હતા. કારણ કે પછાત ઉના તાલુકાની મહિલાઓ સરકારી હોસ્પિટલ માં ડિલિવરી માટે આવતી હોય ત્યાં પણ સ્વચ્છતા ન હોય અને સરકાર પૂરતા પ્રમાણમાં પૈસા ખર્ચતી હોવા છતાં દર્દીઓને સુવિધા મળતી નથી ત્યારે તમામ સ્ટાફ ને ઉઘડા લીધા હતા.

નિયામકની અચાનક મુલાકાત દરમિયાન ઈમરજન્સી વોર્ડમાં પડદા તેમજ ટેબલ પર ચાદર તકીયા નહી હોવાનું તેમજ ગંદકીથી ખદબદતા રૂમ આડેધડ પડેલા માલસામાન અને કર્મચારી સ્ટાફને જરૂર જોતા કેમીકલ દવા પેડ જેવી ચીજવસ્તુ નહીં હોવાનું જોવા મળતાં અને આવી વસ્તુઓ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તેમ છતાં ખરીદી નહીં કરાતી હોવાની કર્મચારીઓએ ફરીયાદ કરી હતી. આ બાબતે અધિક્ષક એ પોતાનાં બચાવમાં આવી ખરીદી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. તેવું જણાવતા નિયામક એ અધિક્ષકની સત્તા અને નિયમો સમજાવતા આવી સામાન્ય ખરીદી ટેન્ડરની કોઈ જરૂરિયાત રહેતી નથી. તેમ જણાવીને ખખડાવી નાંખ્યા હતા. આ સાથે જ આ મુલાકાત દરમિયાન સફાઈ કર્મચારીના પગાર પણ બે માસથી કરાયાં નથી. 35 કિ મી દુર થી રૂ.7 હજાર પગારમાં સફાઈ કામદાર કામ કરવા ઉના હોસ્પિટલમાં આવતાં હોય તેવાં નાનાં રોજમદારોનાં પગાર બાબતે પણ ફરીયાદો ઉઠી હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં ઘટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ આદેશ કર્યો હતો. 

ઉના સરકારી હોસ્પિટલના તબીબ સમય સર પોતાની ફરજ બજાવે કર્મચારી નર્સીગ સ્ટાફ દ્વારા સારવારમાં આવતાં દર્દીને કોઈ પ્રકારની તકલીફ અનુભવવી પડે નહીં રાજ્ય સરકારનાં આરોગ્ય યોજનાઓ સેવાઓનો દરેક નાગરીકને પુરતો લાભ મળે તેવી દરેક સુચનાઓ આ વિજીટ દરમ્યાન નિયામક એ આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
Embed widget