શોધખોળ કરો
Advertisement
CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, જામનગરના વિદ્યાર્થીનો દેશમાં ડંકો, જાણો
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે CBSEનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે 91.1 ટકા બાળકો પાસ થયા છે.
નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે CBSEનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે 91.1 ટકા બાળકો પાસ થયા છે. આ વર્ષનું 10માનું પરિણામ 5 વર્ષથી જોવા મળતા ઓછા પરિણામ પર બ્રેક મારી છે. ત્રિવેન્દ્રમ રીઝનમાં સૌથી વધુ 99.85 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા.
CBSE ધોરણ 10ના પરિણામમાં 13 બાળકો એવા છે જેને 500માંથી 499 માર્ક્સ મળ્યા છે. જ્યારે 13 ટોપર બાળકોમાંથી 8 બાળકો ઉત્તરપ્રદેશના છે. જામનગરનો વિદ્યાર્થી આર્યન ઝાએ દેશમાં બીજો ક્રમાંક મેળવ્યો જ્યારે ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યો છે. આર્યને 500 માર્ક્સમાંથી 499 માર્ક્સ મેળવ્યા હતા.Total pass percentage in CBSE Class-10th Exams is 91.1 %; Trivandrum (99.85%), Chennai (99%), Ajmer (95.89%) are top three regions. pic.twitter.com/JBpHZGF0q1
— ANI (@ANI) May 6, 2019
ટોપ થ્રી રીઝનમાં ત્રિવેન્દ્રમ, ચેન્નાઈ અને અજમેર છે. ટોપ થ્રી રીઝનમાં ત્રિવેન્દ્રમ નંબર વન પોઝિશન પર છે. ત્યાં 99.85 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. ચેન્નાઈમાં 99 ટકા અને અજમેરમાં 95.89ટકા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. CBSE 10ની બોર્ડ પરીક્ષામાં આશરે 18.19 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 29 માર્ચ વચ્ચે યોજાઈ હતી. ગત વર્ષે ધોરણ 10માની પરીક્ષાનું પરિણામ 29 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.Bhavana N Sivadas from Kerala and 12 other students secured 499 out of 500 marks in #CBSE Class X examinations. #CBSE10thresult pic.twitter.com/9c1SqyuOMe
— ANI (@ANI) May 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement