(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત કોંગ્રેસના પ્રભારીથી કૉંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ નારાજ, જાણો વધુ વિગતો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે. કૉંગ્રેસ પણ ચૂંટણી જીતવા માટે કામે લાગી છે ત્યારે અહેવાલ છે કે ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રધુ શર્માથી હાઈકમાન્ડ નારાજ છે.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે. અત્યારથી જ તમામ પક્ષો કામે લાગી ગયા છે. કૉંગ્રેસ પણ ચૂંટણી જીતવા માટે કામે લાગી છે ત્યારે અહેવાલ છે કે ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રધુ શર્માથી હાઈકમાન્ડ નારાજ છે. નેતાઓને સાચવી રાખવામાં નિષ્ફળ ગયેલા રઘુ શર્માથી કેન્દ્રીય નેતૃત્વ નારાજ છે. રાજ્યસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાઈ શકે છે.
રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિક પ્રભારી બને તેવી શક્યતા છે. પ્રભારી રઘુ શર્માથી કોંગ્રેસ હાઇકમાન્ડ ભારે નારાજ છે. રઘુ શર્મા પ્રભારી બન્યા બાદ દિગ્ગ્જ્જોએ પક્ષ છોડ્યો છે.
કોણે કોણે પક્ષ છોડ્યો
હાર્દિક પટેલ
જયરાજસિંહ પરમાર
કેવલ જોષીયારા
કૈલાસ ગઢવી
દલપત વસાવા
ઇન્દ્રનીલ રાજ્યગુરુ
વશરામ સાગઠીયા
દિનેશ શર્મા
શ્વેતા બ્રહ્મભટ્ટ
મણિલાલ વાઘેલા
ગુજરાત કૉંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માથી હાઈકમાન્ડ નારાજ છે. ગુજરાત કૉંગ્રેસમાં એક પછી એક નેતા પાર્ટીનો હાથ છોડી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે એવામાં નેતાઓને સાચવી રાખવામાં નિષ્ફળ રહેલા ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માથી કેંદ્રીય મોવડીમંડળ નારાજ છે. છેલ્લે હાર્દિક પટેલ પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયો હતો. આ પહેલાં ઈન્દ્રનીલ રાજ્યુગુરુ, જયરાજસિંહ પરમાર, અશ્વિન કોટવાલ પણ પાર્ટી છોડીને જતા રહ્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે કૉંગ્રેસ તૂટતા હાઈકમાંડ ગુજરાત પ્રભારી રઘુ શર્માથી નારાજ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, રાજ્યસભાની ચૂંટણી બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી બદલાઈ શકે છે. રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિક ગુજરાત કૉંગ્રેસના પ્રભારી બને તેવી શક્યતા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણને લઈને કોંગ્રેસ એક્શનમાં આવી છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા અને આદિવાસી સત્યાગ્રહમાં સામેલ થયા હતા. ત્યાર બાદ ઉદયપુર ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં પણ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ નેતાઓને શહેરી મતદારોને લઈને ટાસ્ક આપ્યો હતો. આ ઉપરાંત મીશન 2022 માટે કોંગ્રેસની નજર પરપ્રાંતિઓના મત ઉપર પણ છે. ગુજરાત કોંગ્રેસ 10 હાજર પરપ્રાંતીઓ સાથે સંમેલન કરશે તેવી માહિતી સામે આવી રહી છે. રાહુલ ગાંધી આ સંમેલનમાં હાજરી આપશે. સુરત ખાતે પરપ્રાંતીઓનું સંમેલન યોજવાનું કોંગ્રેસનું આયોજન છે. આગામી 12 અથવા 15 જૂનના રોજ આ સંમેલનનું આયોજન થઈ શકે છે.