શોધખોળ કરો

Chota udaipur: નકલી સરકારી કચેરી કેસમાં પોલીસે 2.96 કરોડ રુપિયા આરોપીઓના ખાતાઓમાં ફ્રિજ કર્યા

નકલી કચેરી ઉભી કરી છોટાઉદેપુરમાંથી 4.15 કરોડનું કૌભાંડ મામલે પોલીસે 2.96 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે.

છોટા ઉદેપુર: નકલી કચેરી ઉભી કરી છોટાઉદેપુરમાંથી 4.15 કરોડનું કૌભાંડ મામલે પોલીસે 2.96 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે. છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા વડોદરા રેન્જ આઈજીએ છોટાઉદેપુર પોલીસની કામગીરીને બિરદાવી છે.  છોટાઉદેપુર જિલ્લામાં નકલી સરકારી સિંચાઈ વિભાગની કચેરી ઉભી કરી આદિજાતિ વિભાગની પ્રયોજના કચેરીમાંથી સરકારી અધિકારીઓની મિલીભગતથી નકલી અધિકારીઓએ કાગળ ઉપર કામો દર્શાવી ખોટા બીલો રજૂ કરી રૂપિયા 4.15 કરોડનું કૌભાંડ આચર્યું હતું. જેની ફરિયાદ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાયા બાદ છોટાઉદેપુર જિલ્લા પોલીસે નકલી અધિકારી સાથે અસલી સરકારી કર્મચારીઓ મળી કુલ સાત આરોપીઓને જેલ હવાલે કર્યા છે. સરકારના એટલે કે પ્રજાના 4.15 કરોડ પૈકી 2.96 કરોડ રૂપિયા છોટાઉદેપુર પોલીસે આરોપીઓના ખાતાઓમાં ફ્રિજ કર્યા છે. 

છોટાઉદેપુર પોલીસની કામગીરીને બિરદાવી

કૌભાંડની તપાસમાં છોટાઉદેપુર પોલીસે દાહોદમાં પણ કૌભાંડ આચર્યા હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારબાદ દાહોદ પોલીસ મથકમાં પણ આ કૌભાંડીઓએ 18.59 કરોડનું કૌભાંડ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.  છોટાઉદેપુર ખાતે ઇન્સપેકશન માટે આવેલા વડોદરા રેન્જ આઈ જી સંદીપ સિંહે પત્રકાર પરિષદ દરમિયાન છોટાઉદેપુર પોલીસની કામગીરીને બિરદાવી હતી. 

4 કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરી નાખી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઈજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની બોગસ ડોક્યુમેન્ટથી એક ખોટી સરકારી કચેરી બનાવી દીધી હતી. જે બાદ તેણે 2021થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું હતું. સંદીપ રાજપૂતે સરકાર પાસેથી કુલ 93 કામના 4 કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરી નાખી. એટલે કે ખોટી સરકારી ઓફિસ શરૂ કરી સરકારની આદિજાતિ પ્રાયોજના વિભાગની કચેરીમાંથી 4 કરોડ 15 લાખથી વધુની ગ્રાન્ટ લીધી હતી. તેણે 26 જુલાઇ 2021થી અત્યાર સુધી કુલ 93 કામોના રૂ 4,15,54915 કરોડનું કૌભાંડ આચર્યું હતું.

ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા

બોડેલી સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર ધવલ પટેલને જ્યારે બોર્ડર વિલેજ યોજનાની વર્ષ 2023-24 ઉદવહન સિંચાઈ યોજનાની 12 કામોની રૂ. 3.74 કરોડની દરખાસ્ત વિશે પૂછવામાં આવતા તેઓએ આવી કોઈ જ દરખાસ્ત ન કરી હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા અને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
'બંધારણ હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર', સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'બંધારણ હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર', સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાનજી મંદિરમાં કરી આરતીBhavnagar news: ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, Video ViralHun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું ખેડૂતોનું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે હૉસ્પિટલની સારવાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
'બંધારણ હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર', સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'બંધારણ હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર', સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
RBIએ આ બેન્કને આપી મોટી રાહત, હવે ગ્રાહકો ઉપાડી શકશે આટલી રકમ
RBIએ આ બેન્કને આપી મોટી રાહત, હવે ગ્રાહકો ઉપાડી શકશે આટલી રકમ
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
મધ્યપ્રદેશમાં 2,10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અદાણી ગ્રુપ, એક લાખથી વધુ રોજગારીનું થશે સર્જન
મધ્યપ્રદેશમાં 2,10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અદાણી ગ્રુપ, એક લાખથી વધુ રોજગારીનું થશે સર્જન
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
Embed widget