શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રનું કયુ પ્રસિદ્ધ મંદિર કોરોનાના ખતરાને કારાણે દર્શનાર્થીઓ માટે બંધ કરાયુ, જાણો વિગતે
સંતો-મહંતો અને તંત્રના અધિકારીઓની એક બેઠક મળી હતી, જેમા ચર્ચા વિચારણા બાદ કોરાના વાયરસના સંક્રમણને અટકાવવા અને સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે
ચોટીલાઃ કોરોનાનો ખતરો હવે ગુજરાતમાં થવા લાગ્યો છે. રાજ્ય સરકાર પહેલાથી જ એલર્ટ મૉડમાં આવી ગઇ છે, અને જાહેર સ્થળો પર કેટલીક પાબંદીઓ લગાવીને કોરોનાને ફેલાતો અટકાવવા સજાગ થઇ છે. જાહેર સ્થળો અને લોકોની સૌથી વધુ અવરજવર હોય તેવા સ્થળેથી કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ શકે છે, જેના પગલે હવે ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ મંદિર ચોટીલા માતાજી યાત્રાધામને દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ છે.
કોરોના વાયરસના કારણે ચોટીલા ચામુડા માતાજી મંદિર ટ્રસ્ટે આજથી 29 માર્ચ સુધી મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મંદિરમાં માત્ર પુજારી જ પ્રવેશી શકશે.
સંતો-મહંતો અને તંત્રના અધિકારીઓની એક બેઠક મળી હતી, જેમા ચર્ચા વિચારણા બાદ કોરાના વાયરસના સંક્રમણને અટકાવવા અને સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion