શોધખોળ કરો

Banaskantha: બનાસ ડેરીના સિમેન સેન્ટરનું લોકાર્પણ, જાણો આનાથી પશુપાલકોને શું થશે ફાયદો?

બનાસકાંઠા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.

બનાસકાંઠા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું. પશુપાલકો માટે ઉચ્ચ વંશાવળી ધરાવતા અને વધુ દૂધ આપતા પશુઓ પેદા કરવાના હેતુથી આ મેક ઇન ઇન્ડિયા સિમેન સેક્સ સોર્ટીંગ મશીનથી બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ થશે અને વધુ દૂધ ઉત્પાદન કરતા પશુઓ મળશે.

આ સિમેન સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે વર્ચુઅલ સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છે. ખેડૂતોના વિકાસ માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે.  રાષ્ટ્રીય ગોકુલ મિશનના માધ્યમથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત પશુ ઓલાદો માટે મહારાષ્ટ્રથી સિમેન સેન્ટરનું કામગીરીની નવી ક્રાંતિની શરૂઆત કરી હતી. આજે ડીસાના દામા ખાતે જે સિમેન સેન્ટર કાર્યરત થઈ રહ્યું છે તેના કારણે પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થશે.

 આ કાર્યક્રમને સંબોધન કરતા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય બનાવટનું સૌપ્રથમ સિમેન સંયંત્ર સેન્ટરનું કામ થઈ રહ્યું છે. ખેડૂતો માટેનું આ ક્રાંતિકારી કામ છે. ભારતની NDDB એ બનાવેલા મેક ઇન ઇન્ડિયાના આ સંયંત્ર માટે હું NDDB ના વૈજ્ઞાનિકોનો પણ વિશેષ આભાર માનું છું. આજે આ સંયંત્રના કારણે ખેડૂતોને માત્ર સો રૂપિયામાં સિમેન ડોઝ મળી રહેશે. બનાસકાંઠા જિલ્લામાં 28 લાખથી વધુ પશુધન છે. જેનું સંવર્ધન ખૂબ જરૂરી છે. આજે આપણે ગાય ભેંસમાં સારી ઓલાદોના સિમેન તૈયાર કર્યા છે. જેના કારણે સારી ઓલાદના પશુઓ તૈયાર થશે અને દૂધની આવક વધશે. બનાસ ડેરીએ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટમાં પણ સારા પરિણામ મેળવ્યા છે. ગુજરાતમાં આજે ભારતીય નસલની સારી પશુ ઓલાદો જન્મ લઈ રહી છે. જેના કારણે આપણા પશુપાલન ક્ષેત્રે પણ ક્રાંતિ આવી છે. આજે ગુજરાતનું સહકારી મોડલ અમુલના વૈશ્વિક સ્તરે વખાણ થઈ રહ્યા છે.

 બનાસડેરી સંચાલિત દામા સિમેન પ્રોડક્શન યુનીટ 20 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ A-ગ્રેડના સીમેન સ્ટેશનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ જેવીકે જીનોમીક્સ બ્રીડીંગ વેલ્યુ, પશુ દીઠ દૂધ ઉત્પાદન હરીફાઈ યોજના, પ્રોજેની ટેસ્ટીંગ, પેડિગ્રી સિલેક્શન પદ્ધતિઓનો અમલ કરીને શ્રેષ્ઠ રોગમુક્ત આખલા અને પાડા પસંદ કરવામાં આવ્યા છે. જેના થકી વાર્ષિક ૨૫ લાખ જેટલા ગુણવત્તાયુક્ત સીમેન ડોઝનું ઉત્પાદન થશે. આ નવી ટેકનોલોજી દ્વારા પશુપાલન ક્ષેત્રે બનાસ ડેરી આપણા વિસ્તારમાં ઐતિહાસિક ક્રાંતિ કરશે. "મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એન.ડી.ડી.બી. દ્વારા તૈયાર કરાયેલા ‘ગૌસોર્ટ ટેકનોલોજી’ આધારિત સ્વદેશી ‘સીમેન સેક્સ સોર્ટિંગ મશીન’ હવે દામા સીમેન સ્ટેશન ખાતે કાર્યરત છે. 

સિમેન સેન્ટરના ફાયદા :-

  • આ ટેકનોલોજીના ઉપયોગથી બનાસકાંઠામાં રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ થશે.
  • આ ટેકનોલોજી થી દૂધ ઉત્પાદકોના ઘરે ૯૦ %  માદા બચ્ચા પેદા થવાથી  દરેક દૂધ ઉત્પાદકો ભવિષ્યમાં  દૂધનું ડબલ ઉત્પાદન કરતા થશે. જેથી દૂધ ઉત્પાદકોની આવક બમણી થશે.
  • હાલમાં પ્રતિ ડોઝ ઉત્પાદનનો ખર્ચ ૭૩૦ રૂપિયા થાય છે. જે ઘટીને ૨૮૦ રૂપિયા થશે. જેના કારણે પ્રતિ ડોઝ ૪૫૦ રૂપિયાનો ફાયદો થશે.
  • હાલમાં દૂધ ઉત્પાદકને સીમેન ડોઝ ૧૦૦ રૂપિયામાં આપવામાં આવે છે. જેને ઘટાડીને ફક્ત ૫૦ રૂપિયામાં આપવામાં  આવશે.

આ પણ વાંચો...

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Embed widget