શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા સીટીમાં 50થી 60 માળ સુધીની આલીશાન બિલ્ડીંગો જોવા મળશે? CM રૂપાણીએ બીજી કઈ મોટી જાહેરાતો કરી? જાણો વિગત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રને નવો વેગ મળે તે માટે સંખ્યાબંધ નવી જાહેરાતો કરી છે. વિજય રૂપાણીએ ગુજરાતના 3000 બિલ્ડરોને સ્કાયલાઈન માટે આહ્વાન કર્યું હતું.
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રને નવો વેગ મળે તે માટે સંખ્યાબંધ નવી જાહેરાતો કરી છે. જેમાં પ્રમુખ મહત્વની જોગવાઈઓમાં અમદાવાદ સહિત ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઓના વિસ્તારોમાં 36 મીટર કે તેનાથી વધુ પહોળા અને 45 મીટરથી નાના રસ્તા ઉપરના બાંધકામોમાં 3.6 FSI આપવાનું તથા 45 મીટર કે તેથી વધુ પહોળા રસ્તા ઉપરના બાંધકામોમાં 4 FSI આપવાનું તેમજ રસ્તાની બંને બાજુ 200 મીટર સુધી જે ઝોનમાં બેઈઝ FSI 1.5 અથવા વધુ હોય ત્યાં બાકીની FSI ચાર્જેબલ ગણવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ક્રેડાઈ ગુજરાત દ્વારા આયોજિત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019ના પ્રારંભ પ્રસંગે વિજય રૂપાણીએ ગુજરાતના 3000 બિલ્ડરોને સ્કાયલાઈન માટે આહ્વાન કર્યું હતું. આ પ્રોત્સાહનો ડી-1ની સાથે ડી-2, ડી-4 અને ડી-7છ કેટેગરીના શહેરો-નગરોમાં પણ મળશે.
ક્રેડાઈ ગુજરાત દ્વારા આયોજિત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019ના પ્રારંભ પ્રસંગે વિજય રૂપાણીએ ગુજરાતના 3000 બિલ્ડરોને સ્કાયલાઈન માટે આહ્વાન કર્યું હતું. આ પ્રોત્સાહનો ડી-1ની સાથે ડી-2, ડી-4 અને ડી-7છ કેટેગરીના શહેરો-નગરોમાં પણ મળશે.
કેટેગરીના મહાનગરો-શહેરોમાં સત્તામંડળના વિસ્તારોમાં અગાઉ 1.2 FSI મળતી હતી તે વધારીને હવે 1.8 FSI આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ચાર્જેબલ FSI સમાવિષ્ટ છે. આ ચાર્જેબલ FSIમાંથી મળનારી રકમમાંથી 50 ટકા રકમ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાને વીજળીનું બિલ ભરવા કે અન્ય જાહેર હેતુના કામો કરવા આપવામાં આવશે.
વિજય રૂપાણીએ આ બધી જાહેરાતો અમદાવાદ ખાતે યોજાયેલા બિલ્ડરોના સેમિનારમાં કરી હતી. આ પરિષદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પણ ઉપસ્થિત હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દુનિયા
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion