શોધખોળ કરો

Gujarat Cold: રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર 

વહેલી સવારે ઠંડા પવનો ફુંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે.

અમદાવાદ:  વહેલી સવારે ઠંડા પવનો ફુંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યના છ શહેરોમાં  લઘુત્તમ તાપમાન 12 ડીગ્રીથી નીચે નોંધાયું છે. ઠંડા પવનો ફુંકાતા મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. લોકોને દિવસે પણ  ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

અમદાવાદ શહેરમાં બે દિવસમાં લઘુત્તમ તાપમાન ચાર ડીગ્રી ઘટતા તાપમાનનો પારો 12.4 ડીગ્રી નોંધાયો છે. 8.8 ડીગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં 9.9 ડીગ્રી તાપમાન  નોંધાયું છે. હવામાન નિષ્ણાંતોના મતે આગામી એક સપ્તાહ ઠંડીમાં વધારો થવાની સભાવના નહીવત છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાં ૧૫ થી ૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ પવનની ગતિ પતંગ ચગાવવા માટે એકદમ યોગ્ય છે, જેના કારણે પતંગ રસિકો વિના મુશ્કેલીએ પતંગ ઉડાવી શકશે અને ઉત્તરાયણની મજા માણી શકશે.

વહેલી સવારથી ઠંડા પવનની લહેર

હાલમાં રાજ્યભરમાં વહેલી સવારથી ઠંડા પવનની લહેર જોવા મળી રહી છે, રાજ્યના અનેક શહેરમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 2થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ છે. ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે જે ઉત્તરાયણના દિવસે પણ ઠંડી યથાવત જોવા મળી. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. 14મી જાન્યુઆરીએ 15થી 20 કિમી પ્રતિકલાકના પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મકરસંક્રાંતિના દિવસ માટે ગુજરાતના હવામાન વિશે આગાહી કરી છે.આગાહી અનુસાર આજે પતંગ રસિકોને પવનનું વિઘ્ન નહીં નડે.  આ વર્ષે ઘણા વર્ષો બાદ મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ અને દિશા ગુજરાત માટે અનુકૂળ રહેશે. મોટા ભાગના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાં રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે. 

Uttarayan 2024: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ તસવીરો

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit : પીએમ મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર, કહ્યું- દેશ પર સંકટ આવે ત્યારે તેમને થાય છે ખુશી
PM Modi Gujarat Visit : પીએમ મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર, કહ્યું- દેશ પર સંકટ આવે ત્યારે તેમને થાય છે ખુશી
PM modi Gujarat Visit: જાહેર જીવન 25ના વર્ષ પૂર્ણ થતાં હું હિસાબ આપવા આવ્યો છું: પીએમ મોદી
PM modi Gujarat Visit: જાહેર જીવન 25ના વર્ષ પૂર્ણ થતાં હું હિસાબ આપવા આવ્યો છું: પીએમ મોદી
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
Embed widget