Gujarat winters: ગુજરાતમાં જામ્યો ઠંડીનો માહોલ, નલિયામાં 9.8 ડિગ્રી તાપમાન
ભૂજમાં 14.6 ડિગ્રી અને કંડલામાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગાંધીનગરઃ રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. શિયાળાની સીઝનમાં પ્રથમ વાર નલિયામાં 9.8 ડિગ્રી ઠંડી પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ભૂજમાં 14.6 ડિગ્રી અને કંડલામાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ સાથે જ અમદાવાદમાં 17.1, ગાંધીનગરમાં 15.3, ડીસામાં 14, વલ્લભવિદ્યાનગરમાં 15.6, કેશોદમાં 15.6, રાજકોટમાં 16.8, વડોદરામાં 17.4, સુરતમાં 22 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી તો આ તરફ માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Vande Bharat Train Accident: મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત
Vande Bharat Train Accident: વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વાપી અને સંજાણની વચ્ચે અકસ્માત નડ્યો છે. મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી હતી. સામાન્ય મરામત કરીને ટ્રેનને ફરી રવાના કરવામાં આવી હતી. જો કે, કઈ રીતે અકસ્માત નડ્યો એની સત્તાવાર કોઈ જાણ નથી. પરંતુ પશુ વચ્ચે આવી ગયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હોય. આ પહેલા પણ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. જે વખતે ટ્રેનના આગળના ભાગને નુકસાન પણ થયું હતું.
આ જગ્યાએ મતદાન જાગૃતિ માટે ખાસ ઓફર
ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયુચાલી રહ્યું છે ત્યારે આ લોકશાહીના પર્વમાં વધુમાં વધુને વધુ લોકો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામા આવી રહયા છે. ત્યારે પોરબંદરમાં મતદાન જાગૃતિને લઈ વેપારી અને તબીબો પણ મેદાને આવ્યા છે. મતદાતાઓ માટે ખાસ ઓફર રાખવામા આવી હતી.
પોરબંદરમાં આજે વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી. પોરબંદર વિધાનસભા બેઠકમાં સૌથી વધારે મતદાન થાય તે માટે પોરબંદરના ખાણીપીણીના ધંધાર્થીઓએ ખાસ ઓફર રાખી હતી. જાણીતા કનુભાઈ ગાંઠીયા અને ભજીયાવાળા દ્વારા જે મતદાર મતદાન કરીને આવે તેમને ગાઠીયા અને ભજીયાની પ્લેટ સાથે જલેબીની પ્લેટ ફ્રી આપવામા આવી હતી. તો શિવા બેકર્સ દ્વારા જે મતદાતા મતદાન કરી અને તેમની શોપ ઉપર આવે તેમને પેસ્ટ્રી ખવડાવી અને મીઠુ મોઢુ કરાવવામા આવ્યુ હતુ. વેપારીઓ એવુ જણાવ્યું હતુ કે લોકશાહીના પર્વની ઉજવણી લોકો આનંદ અને ઉત્સાહ સાથે કરે તે માટે આ ખાસ ઓફર મુકવામા આવી હતી