શોધખોળ કરો

ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ, હવામાન વિભાગે શું કરી આગાહી

આગામી 24 કલાકમાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળશે. અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ડીસા સહિતના વિસ્તારમાં ઠંડીનું જોર વધશે જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં કાતિલ ઠંડી પડશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે.

અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. સોમવારથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ગુજરાતમાં ફરી એકવાર તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળશે. અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ડીસા સહિતના વિસ્તારમાં ઠંડીનું જોર વધશે જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં કાતિલ ઠંડી પડશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થતાં તાપમાનનો પારો ઘટશે. અમદાવાદમાં ઠંડીને લઈને આગાહી કરી છે કે, 24 કલાક બાદ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો પરથી વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થશે. જેની અસરથી મેદાની પ્રદેશો ઉપરથી પસાર થતાં પવન પ્રભાવિત થશે. જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર વધશે. હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, સત્તાવાર રીતે હજી સુધી શિયાળાની વિદાય થઈ નથી. જે રીતે તબક્કાવાર ઠંડી લાગી રહી છે, જે રીતે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે તે જોતાં હજુ ઠંડી વધવાની સંભાવના છે. બે દિવસથી તાપમાન વધી રહ્યું છે અને ઠંડીમાં અંશત ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. 9.2 ડિગ્રીથી ઘટીને 7 ડિગ્રી પર પહોંચી શકે છે. હજી પણ ઠંડીની સત્તાવાર વિદાય માટે વાર છે. હાલ પવન સાથેની ઠંડીથી અનેક શહેરોમાં લોકોને દિવસભર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી

વિડિઓઝ

Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું
Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
10 ગ્રામ સોનાની બરાબર પહોંચશે 1 કિલો ચાંદીની કિંમત! 57% ટકાનો કડાકો
10 ગ્રામ સોનાની બરાબર પહોંચશે 1 કિલો ચાંદીની કિંમત! 57% ટકાનો કડાકો
અર્નબ પછી હવે બંગાળની ખાડીમાં આવી રહ્યું છે 'મુરાસુ' વાવાઝોડું, જાણો કયા કયા રાજ્યોને છે જોખમ?
અર્નબ પછી હવે બંગાળની ખાડીમાં આવી રહ્યું છે 'મુરાસુ' વાવાઝોડું, જાણો કયા કયા રાજ્યોને છે જોખમ?
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
Embed widget