Cold Wave: અંબાલાલ પટેલનું ઠંડી પર મોટુ અપડેટ, આ તારીખ પછી ઠંડીમાં થશે ઘટાડો
Cold Wave Alert: રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે, અત્યારે કાતિલ ઠંડીથી સમગ્ર ગુજરત ઠુંઠવાયું છે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે
Cold Wave Alert: રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત છે, ભારે પવનો ફૂંકાવવાના કારણે સમગ્ર ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પાર સતત ઘટી રહ્યો છે. આજે પણ ફરી એકવાર નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. ત્યારે હવે આ બધાની વચ્ચે અંબાલાલની રાહતના સમાચાર વાળી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે રાજ્યામાં ઠંડી ઘટવા પર મોટુ અપડેટ આપ્યુ છે.
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી ઘટવાને લઇને મોટુ અપડેટ આપતા જણાવ્યુ છે, આગામી 17 ડિસેમ્બર બાદ ઠંડીનુ જોર ઓછુ થશે. રાજ્યમાં ઠંડીમાં ઘટાડો આવશે. જોકે, સવારના સમયે કડકડતી ઠંડી યથાવત રહેશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 10 ડિગ્રી જેટલુ તાપમાન રહેશે, જ્યારે પંચમહાલમાં પણ 10 ડિગ્રી જેટલું તાપમાન રહેશે.
રાજ્યમાં અત્યારે કાતિલ ઠંડીનો ચમકારો યથાવત
રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે, અત્યારે કાતિલ ઠંડીથી સમગ્ર ગુજરત ઠુંઠવાયું છે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી નોંધાયો છે, આ સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. આ શીતલહેરમાં અમદાવાદીઓ પણ ઠુંઠવાયા છે, અમદાવાદમાં દિવસ દરમિયાન પવન ફૂંકાતા અનુભવાયો ઠંડીનો ચમકારો રહેશે. આ ઉપરાંત રાજકોટમાં સતત ત્રીજા દિવસે 10 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે. રાજ્યના 12 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ છે. મહત્વનું છે કે, હજુ પણ આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઇપણ ફેરફાર નહીં થાય.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેર પડવાનો નથી, અને ઠંડી વધી શકે છે. રાજ્યમાં તાપમાનનો પારો હજુપણ નીચે જઇ શકે છે. હાલના દિવસોમાં નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે, કૉલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં કૉલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે.
આ ઉપરાંત રાજ્યમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. તેમના મતે ડિસેમ્બર મહિનામાં બીજીવાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લૉ પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કૉલ્ડવેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ.