શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પરથી કૉંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને આપી ટિકિટ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આજે બે બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. ડાંગ, કપરાડા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા.
ગાંધીનગર: લીંબડી બેઠક પર કૉંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી છે. કૉંગ્રેસે લીંબડી બેઠક પર ચેતન ખાચરના નામની જાહેરાત કરી છે. લાંબી મંત્રણા બાદ અંતે કૉંગ્રેસે આ બેઠક પર ચેતન ખાચરને ટિકિટ આપી છે.
ચેતન ખાચર 3 વખત નાની ઉંમરે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા પણ રહી ચૂક્યા છે. યુથ કૉંગ્રેસના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ પણ ચેતન ખાચર રહી ચૂક્યા છે. યુવા ચેહરા તરીકે ચેતન ખાચરની પસંદગી કૉંગ્રેસે કરી છે.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આજે બે બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. ડાંગ, કપરાડા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે કોંગ્રેસે કપરાડા બેઠક પરથી બાબુ વરઠા અને ડાંગ બેઠક પરથી સૂર્યકાંત ગાવિતના નામની જાહેરાત કરી હતી.
કૉંગ્રેસે આ પહેલા મોરબી બેઠક પરથી જયંતિ જયરાજને ટિકિટ આપવામાં આવી હતી. ધારી બેઠક પરથી કૉંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી હતી. ગઢડા બેઠક પરથી મોહન સોલંકીના નામની જાહેરાત કરી હતી. કરજણ બેઠક પરથી કિરિટસિંહ જાડેજા, અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણીને ટિકિટ આપવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
રાજકોટ
Advertisement