શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે કૉંગ્રેસે નિરીક્ષકોની કરી નિમણૂક, જાણો
કૉંગ્રેસના સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ બેઠકો ઉપર એક ઈન્ચાર્જ અને 3 કો-ઈન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણી વખતે 8 કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. હવે આ તમામ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. કેંદ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કર્યો પરંતુ કૉંગ્રેસે અત્યારથી જ પેટા ચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. વિધાનસભાની પેટા ચૂંટણી માટે કૉંગ્રેસે નિરીક્ષકોની નિમણૂક કરી છે. ગુજરાતમાં પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસના સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ બેઠકો ઉપર એક ઈન્ચાર્જ અને 3 કો-ઈન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે.
અબડાસા બેઠક માટે ઈન્ચાર્જ તરીકે સી જે ચાવડા અને કો-ઇન્ચાર્જ તરીકે મોહમંદ જાવેદ પીરજાદા, બચુ અરેઠિયા, હિરા જોટવાની નિમણૂક કરવામાં આવી છે.
લીંબડી બેઠક માટે ઈન્ચાર્જ તરીકે જગદીશ ઠાકોર અને કો-ઇન્ચાર્જ તરીકે લાખા ભરવાડ, રૂત્વિજ મકવાણા, નૌશાદ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે.
મોરબી બેઠક માટે ઈન્ચાર્જ તરીકે અર્જુન મોઢવાડિયા અને કો-ઇન્ચાર્જ તરીકે વિક્રમ માડમ, લીલીત વસોયા અને ચિરાગ કાલરીયાની નિમણૂક કરાઈ છે.
ધારી બેઠક માટે ઇન્ચાર્જ તરીકે પૂંજાભાઈ વંશ અને કો-ઇન્ચાર્જ તરીકે હર્ષદ રિબડીયા, અમરિશ ડેર અને પ્રતાપ દુધાતને જવાબદારી સોંપાઈ છે.
ગઢડા બેઠક માટે ઇન્ચાર્જ તરીકે શૈલેષ પરમાર અને કો-ઇન્ચાર્જ તરીકે વિરજી ઠુમ્મર, રાજેશ ગોહિલ અને કુન બારૈયાની નિમણૂક કરાઈ છે.
કરજણ બેઠક માટે ઇન્ચાર્જ તરીકે સિધ્ધાર્થ પટેલ અને કો-ઇન્ચાર્જ તરીકે નારણ રાઠવા, નટવરસિંહ મહિડા અને યુનુસ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
ડાંગ બેઠક માટે ઇન્ચાર્જ તરીકે ગૌરવ પંડ્યા અને કો-ઇન્ચાર્જ તરીકે પુંજા ગામીત, અનંત પટેલ અને અજય ગામીતની નિમણૂક કરવામાં આવી છે
કપરાડા બેઠક માટે ઇન્ચાર્જ તરીકે તુષાર ચૌધરી અને કો-ઇન્ચાર્જ તરીકે કિશન પટેલ, આનંદ ચૌધરી અને વિજય દેસાઇની નિમણૂક કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement