શોધખોળ કરો
Advertisement
લીંબડી બેઠક પર ગેમ ચેન્જર મનાતા ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થવા મુદ્દે કોંગ્રેસના ઉમેદવારે શું આપ્યું નિવેદન? જાણો વિગત
ચેતન ખાચરે જણાવ્યું હતું કે, ગોપાલ મકવાણા અમારી સાથે જ હતાં. એમની અપક્ષ ઉમેદવારીનાં કારણે કોંગ્રેસને જરૂર નુકશાન થાત.
લીંબડીઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં યોજાનારી 8 વિધાનસભાની પેટાચૂંટણી માટે ગઈ કાલે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે સુરેન્દ્રનગરની લીંબડી બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ બેઠક પર કોંગ્રેસના નારાજ દાવેદાર અને પૂર્વ સાંસદ-પૂર્વ ધારાસભ્ય સવશીભાઈ મકવાના પૌત્ર ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આજે તેમનું ઉમેદવારી ફોર્મ રદ થયું છે. આ અંગે લીંબડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે નિવેદન આપ્યું છે.
ચેતન ખાચરે જણાવ્યું હતું કે, ગોપાલ મકવાણા અમારી સાથે જ હતાં. એમની અપક્ષ ઉમેદવારીનાં કારણે કોંગ્રેસને જરૂર નુકશાન થાત. ગઇ કાલે પણ એમની સાથે વાત કરી હતી. એમને સહકાર આપવા કહ્યું હતું. મને વિશ્વાસ છે કે ગોપાલભાઇ માની જશે. ગોપાલ મકવાણા કૉંગ્રેસના ચૂંટણી પ્રચારમાં જોડાશે એની મને ખાતરી છે.
ગોપાલ મકવાણાએ આજે સવારે જણાવ્યું હતું કે, હું ફોર્મ પાછું ખેંચવાનો નથી. હું અપક્ષ લડીશ અને જીતિશ. કોંગ્રેસે છેક સુધી ટિકિટ આપીશું એમ કહ્યુ અને છેલ્લે કોળી સમાજ ને ટિકિટ ન આપી. એટલે મેં અપક્ષ ઉમેદવારી કરી છે. મારો ભાજપ કે કોંગ્રેસ કોઇએ સમ્પર્ક કર્યો નથી. આમ, જીતનો દાવો કરનાર ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થઈ ગયું છે.
નોંધનીય છે કે, લીંબડીમાં કુલ 20 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષના 17 ફોર્મ છે. ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થતા હવે ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના ચેતન ખાચર વચ્ચે ચૂંટણીજંગ જામશે. ગઈ કાલે ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે મને અને કોળી સમાજને અન્યાય કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને મારી ઉમેદવારીથી નુકશાન જશે. મારે મારા ફઈ કલ્પનાબેન સાથે બોલવાનો પણ સંબંધ નથી. કોંગ્રેસ કે ભાજપ કોઈએ કોળી સમાજને ટીકીટ ન આપી માટે મેં ઉમેદવારી કરી છે. તમામ સમાજના લોકો મારી સાથે છે અને હું જીતીશ. લીંબડી વિધાનસભા બેઠક પર કુલ 2,62,088 મતદારો માંથી 85,601 મતદારો કોળી સમાજનાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion