શોધખોળ કરો

Gujarat Assembly Elections: અમરેલી જિલ્લાની આ બેઠક પર કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ ધરી દીધુ રાજીનામું

Gujarat Elections 2022: 98 રાજુલા જાફરાબાદ ખાંભા વિધાનસભા બેઠકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ડેલીગેટ બાબુ રામએ તમામ હોદા ઉપરથી રાજીનામુ ધરી દીધુ છે.

Gujarat Assembly Elections 2022: 98 રાજુલા જાફરાબાદ ખાંભા વિધાનસભા બેઠકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ડેલીગેટ બાબુ રામએ તમામ હોદા ઉપરથી રાજીનામુ ધરી દેતા રાજકારમ ગરમાયું છે. પત્ર મારફતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું ધરી દીધુ છે. આવતીકાલે દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સભામાં બાબુ રામ સહિત તેમના સમર્થકો કેસરીયો ધારણ કરશે. ભાજપ 2022 વિધાનસભા ચૂંટણીમાં અમરેલી જિલ્લાની તમામ બેઠકો કબજે કરવા રણનીતિ ઘડી રહી છે.

વ્યક્તિ કપડાં બદલે તેમ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાય છે

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લા આજે અમદાવાદના પ્રવાસે હતા. ગુજરાતની જનતાને કોંગ્રેસ તરફી મતદાન કરવાની અપીલ કરતા તેમણે ગુજરાત સરકારને નિષ્ફળ અને છત્તીસગઢની કોંગ્રેસની સરકારને સફળ ગણાવી હતી. રખડતાં ઢોરોના પ્રશ્ન મુદ્દે ઉદાહરણ આપતા શુક્લાએ જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર પર એક રૂપિયાનું દેવું નથી. રખડતાં ઢોરનો ત્રાસ છતિસગઢમાં પણ છે, પરંતુ ત્યાં તેના નિરાકરણ માટે યોજના લાગુ કરી. 

ગોબર અને પશુનું મૂત્ર સરકારે ખરીદવાનું શરૂ કર્યું.  2 રૂપિયા કિલો ગોબર અને 2 રૂપિયે લીટર પશુમુત્ર ખરીદે છે. ખાતર અને દવા બનાવીને સરકાર નફો કરે છે. ગુજરાતની જનતાને અપીલ છે કે આ વખતે કોંગ્રેસ સરકાર બનાવે. ગુજરાતની પ્રજા આ વખતે પરિસ્થિતિ બદલવા મતદાન કરે. કોંગ્રેસના વચનો ગુજરાતનું ચિત્ર બદલી દેશે. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કર્યા હતા.  કોંગ્રેસનો રેકોર્ડ છે કે જે કહે છે કોંગ્રેસ તે કરે છે. આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. રોટલી એક જ તરફ રહે તો બળી જાય. વ્યક્તિ કપડાં બદલે તેમ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાય છે.

PM મોદી ફરી આવશે ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ સહિતની પાર્ટીએ પ્રચંડ પ્રચાર માટે દિગ્ગજોને મદાને ઉતાર્યો છે. PM મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે. તેઓ  સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 6થી વધુ સભાને સંબોધિત કરશે. સુરતમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી  રાત્રી રોકાણ કરશે. 27 તારીખે સાંજે સભા સંબોધ્યા બાદ રાત્રી રોકાણ. બીજા દિવસે બપોર સુધી રોકાણ બાદ રવાના થશે.પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં સભા યોજશે.રાત્રી રોકાણ દરમ્યાન સુરતની સ્થિતિનો ચિતાર મેળવશે.વડાપ્રધાનની સભા પહેલા રોડ શો કરવા અંગે પણ વિચારણા ચાલુ રહી છે.

PM મોદીનો 27 અને 28નો શું ગુજરાતમાં કાર્યક્રમ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget