‘22 વર્ષની યુવતીઓ સાથેના સંબંધમાં જ તેમની એનર્જી અને શક્તિ ખર્ચાઇ જાય છે’, કોગ્રેસ નેતાની પત્નીનો લેટરબોમ્બ
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા સોલંકીએ લેટરબોમ્બ ફોડ્યો છે.
ગાંધીનગરઃગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા સોલંકીએ લેટરબોમ્બ ફોડ્યો છે. રેશ્મા સોલંકીએ કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને પત્ર લખી ભરતસિંહ સોલંકી પર ચોંકાવનારા આક્ષેપો કરી ખળભળાચટ મચાવી દીધો છે. પોતાના પત્રમાં રેશ્મા સોલંકીએ આક્ષેપ લગાવ્યો હતો કે ભરતસિંહ સોલંકી પોલિટીકલ સ્ટેટસનો ઉપયોગ કરી કાંગ્રેસને ખતમ કરવા માંગે છે.
રેશ્મા સોલંકીએ પોતાના પત્રમાં આક્ષેપ કર્યો હતો કે મારા પતિને અનેક મહિલાઓ સાથે સંબંધ છે. મારા પતિને જે મહિલાઓ સાથે સંબંધો રાખ્યા છે તેને જ ટિકિટ અપાવી છે.આ મહિલાઓ સાથે મારા પતિ સતત ચેટિંગ કરતા રહે છે. તેઓ વારંવાર કહે છે કે, ઉંમર વધુ છે તો શુ થયું. 22 વર્ષની યુવતીઓથી લઈને તેમની ઉંમરની મહિલાઓ સાથે તેમના સંબંધ છે. મારા પતિની મોટાભાગની એનર્જિ આ મહિલાઓ સાથે કામ કરવામા જ ખર્ચાઈ જાય છે.
રેશ્મા સોલંકીએ કહ્યું કે તેમણે જે જે મહિલાઓ સાથે અનૈતિક સંબંધો રાખ્યા એ મહિલાઓને જ ટિકિટ અપાવી છે અને સારી મહિલાઓને આગળ આવતા સતત રોકી છે. આ મહિલાઓ સાથે મેસેજ પર વાત સતત ચાલુ રહે છે. તેઓ વારંવાર બોલે છે કે ઉંમર મોટી હોય તો શું થયું? મારું મન તો હજુ નાનું જ રહી ગયું છે. રઘુજી તેમના શારિરીક સંબંધો 22 વર્ષની છોકરીઓથી લઇને તેમની ઉંમરની મહિલાઓ સાથે આજે પણ છે. તેમની સૌથી વધુ વિચારવાની અને કામ કરવાની કેપેસિટી આમાં જ ખર્ચ થઇ જાય છે. તે કોગ્રેસ પાર્ટીનું કામ હોવાનું બહાનું કાઢીને નીકળી જાય છે અને કોગ્રેસની તેમની ટીમમાં કેટલાક ચમચાઓ, પદ લેવા માટે તેમના કહ્યા અનુસાર તેમની તમામ ડિમાન્ડ પૂર્ણ કરે છે. તેમની એક મહિલા સાથેની સીડી અગાઉ પણ આવી ચૂકી છે, જેની ભારે કિંમત પાર્ટી ભોગવી ચૂકી છે. આ વાતની સાબિતી તમે કોઇ પણ સિનિયર નેતા સાથે કરી શકો છો. તેમનું વલણ કોગ્રેસના કાર્યકરની સાથે હંમેશાથી એક લિડરથી વિપરીત રહ્યું છે.