કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. ગઈકાલે ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો પર પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતિ સાથે જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ બનાવ્યો હતો જે ખુબ વાયરલ થયો હતો.
આવતીકાલે ભરતસિંહ ખુલાસો કરશેઃ
ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, આવતીકાલે ભરતસિંહ સોલંકી પોતાના વાયરલ વીડિયો અંગે ખુલાસો કરશે. ઘણા સમયથી ભરતસિંહ અને તેમના પત્ની રેશમા પટેલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આજે ભરતસિંહ સોલંકી લગ્ન જીવનમાં ઊભા થયેલા કંકાસ અને તેની પાછળના કારણો અંગે કરશે ખુલાસો કરશે. આ પહેલી વખત બનશે કે, ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવન અંગે કરશે ચર્ચા કરશે.
ભરતસિંહ સોલંકી સાથે પકડાયેલી યુવતી કોંગ્રેસનાં ટોચનાં મહિલા નેતાની ભાણી ? માસીએ જ ભાણીને મોકલી ?
ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતિ સાથે વાયરલ થયેલ વીડિયોમાં દેખાતી યુવતીને લઈને મોટો ખુલાસો થયો છે. ગુજરાતી અખબાર સંદેશના અહેવાલ પ્રમાણે, ભરતસિંહ સોલંકી સાથે જે યુવતી રંગેહાથ ઝડપાઈ હતી, તે વડોદરાના મહિલા કોંગ્રેસના નેતાની ભાણી હોવાની પાર્ટીમાં ચર્ચા છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાએ જ યુવતીનો ભરતસિંહ સાથે પરિચય કરાવ્યો હતો.
જે વીડિયો વેબ પોર્ટલ ઉપર અપલોડ થયો છે અને વાયરલ પણ થઇ રહ્યો છે તેમાં નેતાને તેમની પત્ની જબરદસ્ત ખખડાવતી નજરે પડી રહી છે. નેતા પોલીસ બોલાવું પોલીસ બોલાવું તેવી બૂમો પાડતા રહે છે અને આખો તમાશો રેકોર્ડ થયો છે.
આ પણ વાંચોઃ