શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
Local body election: પ્રદેશ કૉંગ્રેસમાં મોટો ભૂકંપ, પૂર્વ મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે પ્રદેશ કૉંગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યું છે.
અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે પ્રદેશ કૉંગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો છે. પૂર્વ મંત્રી અને કોંગ્રેસી નેતા કિરીટ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. પક્ષની અંદર ટિકિટ ફાળવણીને લઈને નારાજગી બાદ રાજીનામું આપ્યું છે.
બે દાયકા ઉપરાંત પક્ષ માટે કામ કર્યું પણ પોતાના જ ટેકેદારોને ટિકિટ ફાળવણીમાં અન્યાય થતા પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. કૉંગ્રેસમાં ટિકિટો વેચાતી હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો છે.
પક્ષ માટે નિષ્ઠાથી કામ કર્યા બાદ પણ યોગ્ય પ્રતિભાવ નહીં મળતા કિરીટ પટેલ નારાજ હતા. કોંગ્રેસના ટેકા વાળી શંકરસિંહ વાઘેલાની સરકારમાં તેઓ મંત્રી રહી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion