LokSabha: વલસાડમાં પ્રિયંકા ગાંધીનો આજે પ્રચંડ પ્રચાર, સરકાર બનાવવા આ બેઠકનો ઇતિહાસ છે ખાસ
કેન્દ્રના કોંગ્રેસના નેતાઓ અને સ્ટાર પ્રચારકો હવે ગુજરાતમાં ચૂંટણી સભાઓ સંબોધવા માટે આવી રહ્યાં છે, આ અંતર્ગત આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે
Lok Sabha Election 2024: રાજ્યમાં ચૂંટણી સભાઓ શરૂ થઇ ચૂકી છે, ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આણ આદમી પાર્ટી નેતાઓ પણ ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. રાજ્યમાં ભાજપ એકલા હાથે તમામ 26 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે, તો વળી, સામે ઇન્ડિયા એલાયન્સ મેદાનમાં છે. આજે પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સ ઉમેદવાર માટે અનંત પટેલના સમર્થનમાં મેગા જનસભા કરશે. આજે પ્રિયંકા ગાંધી વલસાડ બેઠક પર ધરમપુરમાં મેગા જનસભાને સંબોધિત કરશે.
કેન્દ્રના કોંગ્રેસના નેતાઓ અને સ્ટાર પ્રચારકો હવે ગુજરાતમાં ચૂંટણી સભાઓ સંબોધવા માટે આવી રહ્યાં છે, આ અંતર્ગત આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે, તાજા માહિતી પ્રમાણે, વલસાડ લોકસભા બેઠક પર આજે પ્રિયંકા ગાંધી પ્રચંડ પ્રચારની શરૂઆત કરશે. ધરમપુરમાં પ્રિયંકા ગાંધી જનસભાને સંબોધશે. કૉંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં પ્રિયંકા ગાંધીની એક મોટી જનસભા સંબોધશે. પ્રિયંકા ગાંધીની જનસભાને લઈને કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે. ખાસ વાત છે કે, આ વલસાડ બેઠક પર કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલની ટક્કર જામેલી છે. વલસાડ બેઠક પર કુલ સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાં 18 લાખ 59 હજાર 974 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
ખાસ વાત છે કે, કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક પણ પ્રિયંકા ગાંધીની આજની સભામાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહેશે. વલસાડ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. વલસાડના સાંસદને ક્યારેય વિપક્ષમાં નથી બેસવુ પડ્યું. જે પક્ષ વલસાડ બેઠક જીતે તેની સરકાર બને છે. વલસાડ એ મોરારજી દેસાઈના વતનનો જિલ્લો છે. ભાજપે સાંસદની ટિકિટ કાપી ધવલ પટેલને અહીં ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસે અહીં ધારાસભ્ય અનંત પટેલને લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. અનંત પટેલ જુજારુ યુવા આદિવાસી નેતા ગણાય છે. આ વલસાડ લોકસભા બેઠક કપરાડા અને ધરમપુર જેવા આદિવાસી વિસ્તાર આવે છે. અગાઉ અહીં કોંગ્રેસ તરફથી કિશન પટેલ વલસાડના સાંસદ રહી ચૂક્યા છે. હાલમા ભાજપના કે.સી.પટેલ વલસાડના સાંસદ છે. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અહીં પ્રચાર કરી ચૂક્યા છે.