ગુજરાતના ક્યાં ધારાસભ્યએ એપોઈમેન્ટના બદલે સ્થળ પર રજીસ્ટ્રેશન દ્વારા રસી આપવાની કરી માંગ
વેકસિનના સમયગાળામાં ફેરબદલ કરવાથી હાલાકી પડતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં મધ્યમ અને શ્રમજીવી પરિવારને હાલાકી પડી રહી છે. આધારકાર્ડના આધારે સ્પોટ રજિસ્ટ્રેશન કરી વેકસિન આપવા રજૂઆત કરી છે.
અમદાવાદ: કૉંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી 18 થી 44 વર્ષની ઉંમરના લોકોની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરવા રજુઆત કરી છે. સ્પોટ રજિસ્ટ્રેશન ઓફલાઇન કરી વેકસીન આપવાની માંગ કરી છે.
વેકસિનના સમયગાળામાં ફેરબદલ કરવાથી હાલાકી પડતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં મધ્યમ અને શ્રમજીવી પરિવારને હાલાકી પડી રહી છે. આધારકાર્ડના આધારે સ્પોટ રજિસ્ટ્રેશન કરી વેકસિન આપવા રજૂઆત કરી છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા ૧૩ દિવસથી કોરોનાના કેસમાં થઇ રહેલો સતત ઘટાડાનો ક્રમ આખરે અટક્યો છે. મંગળવારે કોરોનાના ૩,૨૫૫ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૪૪ના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૭,૯૪,૯૧૨ જ્યારે કુલ મરણાંક ૯,૬૬૫ છે. હાલમાં ૬૨,૫૦૬ એક્ટિવ કેસ છે જ્યારે ૬૦૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯,૬૭૬ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ વધીને હવે ૯૦.૯૨% થઇ ગયો છે. બરાબર ૧૦ દિવસ અગાઉ રાજ્યમાં ૧,૦૪,૯૦૮ એક્ટિવ કેસ હતા. આમ, એક્ટિવ કેસમાં ૪૦%નો ઘટાડો નોંધાયો છે. અત્યારસુધી કુલ ૭,૨૨,૭૪૧ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. વધુ ૯૯,૬૦૦ સાથે કુલ ટેસ્ટનો આંક ૨.૧૦ કરોડ છે. હાલમાં ૩,૧૦,૨૦૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો કુલ 62,506 દર્દીઓ એક્ટિવ છે. 603 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 61,903 દર્દીઓ સ્ટેબલ છે. 7,22,741 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 9665લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં સાજા થવાનો દર 90.92 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 3250 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી ત્રણ ગણા એટલે કે 9676 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં 7,22,741 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રસીકરણની વાત કરીએ તો 4867 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ, 6325 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 6325 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. 25554 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 18 વર્ષથી વધારે લોકોનાં 1,28,283 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.