(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar : કોંગ્રેસના બે ધારાસભ્યોએ ગૃહમાંથી ન કર્યું વોકઆઉટ, ભાજપના ધારાસભ્યોએ રમૂજમાં કહ્યું, ભાજપ તરફ આવી જાવ
લંપી વાયરસ મુદ્દે ગૃહમાં ચર્ચા ન કરવા દેતા પહેલા વિરોધ સુત્રોચ્ચાર અને ત્યારબાદ કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર અને પ્રતાપ દુઘાતે વોકઆઉટ ન કર્યું અને ગૃહમાં બેઠા છે.
ગાંધીનગરઃ ગૃહમાં ફરી હોબાળો અને સુત્રોચ્ચાર થયો હતો. લંપી વાયરસ મુદ્દે પુંજા વંશને પ્રશ્ન ન પૂછવા દેતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ સત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પોતાની બેઠક પરથી ઉભા થયા. ઉભા થઇને સુત્રોચ્ચાર ચાલુ કર્યા હતા. કોંગ્રેસ તરફથી લંપી વાયરસથી ગાય બચાવોના નારાઓ અને સુત્રોચ્ચાર ગૃહમાં થયા હતા.
આ પછી કોંગ્રેસ પક્ષે વોક આઉટ કર્યું હતું. લંપી વાયરસ મુદ્દે ગૃહમાં ચર્ચા ન કરવા દેતા પહેલા વિરોધ સુત્રોચ્ચાર અને ત્યારબાદ કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર અને પ્રતાપ દુઘાતે વોકઆઉટ ન કર્યું અને ગૃહમાં બેઠા છે. ભાજપના ધારાસભ્યોએ રમૂજમા કહ્યું ભાજપ તરફ આવી જાવ.
બે દિવસીય વિધાનસભા સત્રના બીજા દિવસની કામગીરી શરૂ. ટૂંકી મુદ્દત ના પ્રશ્ન થી થશે વિધાનસભા ના બીજા અને અંતિમ દિવસની શરૂઆત. બીજા દિવસે કોંગ્રેસ મોંઘવારી પર સરકારને ઘેરશે. ખાદ્યતેલ ના ભાવો અંકુશ મા રાખવાના પરેશ ધાનાણીના ટૂંકી મુદ્દતના પ્રશ્ન પર થશે ચર્ચા.
ટૂંકી મુદ્દત ના પ્રશ્ન બાદ અતારાંકિત પ્રશ્નો ની યાદી મેજ પર મુકાશે.
વિધાનસભાના મેજ પર મુકવામા આવશે વિવિધ વિભાગોના અહેવાલ . વિવિધ સમિતિઓ ના અહેવાલ પણ મેજ પર મુકાશે. વિધાનસભા ગૃહમાં ૩ વિધાયકો રજૂ થશે. ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત વિનિયોગ અધિનિયમો (રદ્દ કરવા બાબત) વિધેયક ગૃહમા રજૂ થશે .
ધારાસભ્ય ઈંન્દ્રજિતસિંહ પરમાર છેલ્લા દિવસનો પ્રસ્તાવ લાવશે . છેલ્લા દિવસના પ્રસ્તાવમા મોંઘવારીનો મુદ્દો ઉઠાવશે ધારાસભ્ય ઈંદ્રજિતસિંહ પરમાર. છેલ્લા દિવસ ના પ્રસ્તાવ બાદ ગૃહમાં અતારાંકિત પ્રશ્નો અને તેના જવાબો મુકાશે.