શોધખોળ કરો
Advertisement
6 મનપાની ચૂંટણી માટે આજે કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, જાણો લોકોને કેવા કેવા વચન આપશે....
બીજી બાજુ ઉમેદવાર પક્ષ સાથે રમત ન રમી જાય એ માટે પ્રદેશ કૉંગ્રેસે પ્લાન બી તૈયાર કર્યો છે અને આ પ્લાન બી છે અપક્ષ રણનીતિનો.
ગુજરાત કૉંગ્રેસ આજે છ મનપાની ચૂંટણી માટે આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી ઢંઢરો જાહેર કરશે. કૉંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરા તરીકે શપથપત્ર જાહેર કરશે. આ શપથપત્રકની એક્સક્લુસિવ ઝલક આપણી ચેનલ એબીપી અસ્મિતા પાસે છે.
પ્રદેશ કૉંગ્રેસે 6 મનપા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકા માટે અલગ અલગ શપથપત્ર તૈયા કર્યો છે. જેમાં કોરોના મહામારીના કારણે એક વર્ષનો ટેક્સ માફ, 24 કલાકની અંદર સફાઈ કામદારોને કાયમી કરવા, 24 કલાકમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરવાની, કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી યુવાનોની વર્ગ 3- 4માં ભરતી કરવાની, મકાન માલિક અને ભાડુઆતનો એક જ ટેક્સ, ગૃહઉદ્યોગને ટેક્સમાંથી રાહત આપવી, આવાસ યોજના 13 માળની રદ્દ કરી 5 માળની કરવી, યુવાનોને નવા વ્યવસાય માટે 3 વર્ષ માટે ટેક્સમાંથી રાહત આપવી, યુવાનો માટે દરેક વોર્ડમાં માર્ગદર્શન કેન્દ્ર ચાલુ કરવા અને તમામ વોર્ડના આરોગ્ય કેન્દ્રોને અદ્યતન સુવિધાથી સજ્જ કરવાનું કૉંગ્રેસ શપથ પત્ર જાહેર કરશે.
બીજી બાજુ ઉમેદવાર પક્ષ સાથે રમત ન રમી જાય એ માટે પ્રદેશ કૉંગ્રેસે પ્લાન બી તૈયાર કર્યો છે અને આ પ્લાન બી છે અપક્ષ રણનીતિનો. અમદાવાદ અને રાજકોટના કેટલાક વોર્ડમાં ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછા ખેંચતા કૉંગ્રેસને અમુક બેઠક અત્યારથી જ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે પ્રદેશ કૉંગ્રેસે શીખ મેળવી પ્લાન બી તૈયાર કર્યો છે.
જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કૉંગ્રેસે પ્લાન B તરીકે અપક્ષોને ફોર્મ ભરાવ્યા છે. આ અન્ય કોઈ નહીં પણ કૉંગ્રેસના જ ઉમેદવારને અપક્ષ દાવેદારી કરાવવામાં આવશે. એટલે કે પક્ષનો ઉમેદવાર ફોર્મ પાછું ખેંચે તો પોતાનો જ ઉમેદવાર અપક્ષ લડી શકે તેવી ગોઠવણ કૉંગ્રેસે રણનીતિ ઘડી છે. કૉંગ્રેસે પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતમાં અત્યારથી દરેક બેઠકમાં 3થી 4 ફોર્મ ભરાવ્યા છે. જ્યારે જે ઉમેદવારોને કૉંગ્રેસ પક્ષના નિશાન પર ઉમેદવારી કરાવવાની છે તેને મનપાની ચૂંટણીની જેમ છેલ્લી ઘડીએ જ મેંડેટ આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement