શોધખોળ કરો

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો, પોઝિટીવ કેસની સંખ્યા 45 પર પહોંચી

ગુજરાત રાજ્યમાં ચાંદીપુરાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.  શનિવારે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે વધુ ચાર બાળકોનો ભોગ લીધો.  

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.  શનિવારે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે વધુ ચાર બાળકોનો ભોગ લીધો.  આ સાથે જ ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક હવે 52 થઈ ગયો છે. અત્યાર સુધી પંચમહાલમાં સૌથી વધુ છ જ્યારે અમદાવાદમાં ચાંદીપુરાથી પાંચ બાળકોના મોત નિપજ્યા છે. શનિવારે ચાંદીપુરાના વધુ છ સાથે કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 45 પર પહોંચી ગઈ છે. પંચમહાલમાં સૌથી વધુ સાત જ્યારે સાબરકાંઠામાં ચાંદીપુરાના છ પોઝિવીટ કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાંદીપુરાના કુલ 130 કેસ  છે.  જેમાં સાબરકાંઠામાં 12, અરવલ્લી, ખેડા અને મહેસાણામાં સાત-સાત, મહીસાગર, છોટા ઉગેપુર, નર્મદા, વડોદરા શહેર, સુરત શહેરમાં ચાંદીપુરાના બે-બે કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર, રાજકોટ, જામનગર અને વડોદરામાં ચાંદીપુરાના છ-છ કેસ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠામાં પાંચ -પાંચ,અમદાવાદ શહેરમાં 12, પંચમહાલમાં 15, ગાંધીનગર શહેર, દાહોદ, કચ્છ, ભરૂચમાં ત્રણ-ત્રણ, જ્યારે ભાવનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, જામનગર મનપા અને પોરબંદરમાં ચાંદીપુરાનો એક-એક કેસ નોંધાયો છે.

રાજ્યના અનેક જિલ્લામાં કેસમાં સતત વધારો

રાજકોટ શહેરમાં ચાંદીપુરાના ચાર કેસ નોંધાયા છે. આ શંકાસ્પદ કેસના ટેસ્ટ ગાંધીનગરની લેબમાં મોકલવામાં આવ્યા છે. જેના આધારે આવતા રિપોર્ટથી સાબરકાંઠામાં છ, અરવલ્લીમાં ત્રણ, મહીસાગરમાં એક, ખેડામાં ચાર, મહેસાણામાં ચાર, રાજકોટમાં બે, સુરેન્દ્રનગરમાં બે, અમદાવાદ શહેરમાં ત્રણ, ગાંધીનગરમાંએક, પંચમહાલમાં સાત, જામનગરમાં એક, મોરબીમાં એક, દાહોદમાં બે, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર, કચ્છ, સુરત શહેર, ભરૂચ અને પોરબંદરમાં એક-એક પોઝિટીવ કેસ મળી આવ્યા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈજટિસના 38 દર્દી દાખલ છે.

ચાંદીપુરા વાયરસ શું છે ?

ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે, જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. આ માટે એડીસ મચ્છર પણ જવાબદાર છે. તે સૌપ્રથમ વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં મળી આવ્યું હતું. આ જગ્યાના નામથી જ તેની ઓળખ થઈ હતી. આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું.

જ્યારે પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે વાયરસ ફેલાય છે. 2003-04માં આ વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યા હતા, જ્યારે તેનાથી 300 થી વધુ બાળકોના મોત થયા હતા.

ચાંદીપુરા વાયરસનું સૌથી વધુ જોખમ કોને છે ?

ચાંદીપુરા વાયરસ બાળકોને તેનો શિકાર બનાવે છે. 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો સૌથી વધુ જોખમમાં છે. આ ચેપ ત્યારે ફેલાય છે જ્યારે વાયરસ કરડ્યા પછી માખી અથવા મચ્છરની લાળ દ્વારા લોહીમાં પહોંચે છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?

  • બાળકોમાં ઉચ્ચ તાવ
  • ઉલટી અને ઝાડા
  • તાણ
  • નબળાઇ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત
Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત
Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
Vastu Tips For Home: ઘરમાં તુલસીનો છોડ લગાવવો શુભ છે કે અશુભ?
Vastu Tips For Home: ઘરમાં તુલસીનો છોડ લગાવવો શુભ છે કે અશુભ?
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Embed widget