શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાલનપુર પાલિકાની ચૂંટણી પહેલા વિવાદ, કોંગ્રેસ ઉમેદવારને ખરીદવાની ઓડિયો ક્લીપ વાયરલ
ઓડિયો ક્લિપ વાયરલ થતા જ પાલનપુર કૉંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ મીડિયા સમક્ષ આવ્યા હતા.
![પાલનપુર પાલિકાની ચૂંટણી પહેલા વિવાદ, કોંગ્રેસ ઉમેદવારને ખરીદવાની ઓડિયો ક્લીપ વાયરલ Controversy ahead of Palanpur municipal elections, audio clip of Congress candidate buying goes viral પાલનપુર પાલિકાની ચૂંટણી પહેલા વિવાદ, કોંગ્રેસ ઉમેદવારને ખરીદવાની ઓડિયો ક્લીપ વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/13131051/bjp-congress.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બનાસકાંઠાની પાલનપુર પાલિકામાં ચૂંટણી પહેલા ઉમેદવારોની ખરીદીનો એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લીપ વાયરલ થતા જ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મંગળવારના ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે પાલનપુરમાં વૉર્ડ નંબર 10ના ભાજપના મહિલા ઉમેદવારના પતિ પાર્થ સારથી કૉંગ્રેસના ઉમેદવારને ત્રણ લાખ રૂપિયામાં ખરીદવાનો પ્રયાસ કર્યો અને આ ઓડિયો ક્લીપ વાયરલ થઈ ગઈ છે.
ઓડિયો ક્લીપમાં કૉંગ્રેસના મહિલા ઉમેદવારના સસરા હીરાભાઈ માજીરાને ભાજપના મહિલા ઉમેદવારના પતિ પાર્થ સારથી ફોર્મ પરત ખેંચવાની અને રૂપિયા આપવાની લાલચ આપી રહ્યા છે.
ઓડિયો ક્લિપ વાયરલ થતા જ પાલનપુર કૉંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ મીડિયા સમક્ષ આવ્યા હતા. કૉંગ્રેસના ધારાસભ્યએ ભાજપ પર આરોપ લગાવ્યો કે બિલ્ડરો સાથે ભાજપ ધારાસભ્ય સાંઠગાંઠ કરી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદી રહ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)