શોધખોળ કરો
Advertisement
કચ્છના મુંદ્રામાં પોલીસ કસ્ટડીમાં થયેલા યુવકના મોતના કેસમાં વિવાદ વકર્યો, જાણો વિગતો
કચ્છમાં મુન્દ્રા પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના બનાવમાં શકમંદ આરોપી તરીકે સમાઘોઘા ગામના અરજણ ગઢવી નામના યુવાનની અટક કરાઈ હતી. જેનું પોલીસના થર્ડ ડિગ્રી ટોર્ચરથી કસ્ટોડિયલ મોત થતા પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
કચ્છમાં મુન્દ્રા પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના બનાવમાં શકમંદ આરોપી તરીકે સમાઘોઘા ગામના અરજણ ગઢવી નામના યુવાનની અટક કરાઈ હતી. જેનું પોલીસના થર્ડ ડિગ્રી ટોર્ચરથી કસ્ટોડિયલ મોત થતા પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. બનાવ અંગે મુન્દ્રાના ત્રણ પોલીસ કર્મચારીઓ શક્તિસિંહ ગોહિલ,અશોક કન્નડ અને જયદીપ સિંહ ઝાલા સામે હત્યાની કલમો હેઠળ ફરિયાદ પણ નોંધાઈ છે. આ બનાવથી ગઢવી સમાજમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. પોલીસ કર્મચારીઓના ઢોર મારથી અરજણનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરાયો છે.
પોલીસ કસ્ટડીમાં મુત્ય પામેલ અરજણ ગઢવીનું રિપોર્ટ કરવા માટે તેમની બોડી જામનગર મુકવામાં આવી હતી. પરંતુ આજ રોજ મૃતક નું મૃતદેહ મોડી રાતે મુન્દ્રા આવી પહોંચ્યો હતો પંરતુ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો નથી. ચારણ સમાજ દ્વારા જણવામાં આવ્યું હતું કે દોષિત આરોપી ત્રણે પોલીસ કર્મચારીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારીએ.
મૃતક યુવાનના પરિવારજનો તેમજ સમાજના આગેવાનોએ આજે મુન્દ્રા મોટા પ્રમાણમાં બેઠક યોજી હતી. ચારણ સમાજના મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યાં સુંધી ન્યાય નહીં મળે અને જ્યાં સુધી જે ત્રણ પોલીસ ઉપર ગઈ કાલે ફરિયાદ કરવામાં હતી તે નહીં પકડાય ત્યાં સુધી મૃતકને પરિવાર તેમજ ચારણ સમાજ દ્વારા મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion